PIB Headquarters

નાબાર્ડ ‘સહયોગ મેળો 2020’ – ઉત્પાદક થી ગ્રાહક સુધી

Posted On: 28 FEB 2020 5:30PM by PIB Ahmedabad

અમદાવાદ, ફેબ્રુઆરી 28, 2020

નાબાર્ડ ગુજરાત ક્ષેત્રીય કાર્યાલય દ્વારા અમદાવાદ હાટ ખાતે આયોજિત સહયોગ મેળા નું પ્રથમ સંસ્કરણ શ્રી અજયભાઇ પટેલ, ચેરમેન, જીએસસીબી, અમદાવાદ ના હસ્તે કરાયું હતું. નાબાર્ડ દ્વારા વિત્ત્પોષિત ચાર નાણાકીય સાક્ષરતા વાહન (બે અમદાવાદ ડીસીસીબી અને બે સૌરાષ્ટ્ર ગ્રામીણ બઁક) નું અનાવરણ શ્રી દુખબંધુ રથ, મુખ્ય મહાપ્રબંધક, એસબીઆઇ અને શ્રી ડી.કે.મિશ્રા, નાબાર્ડ, ગુજરાત ના હસ્તે કરાયું. શ્રીમતી અર્ચના પાંડે, જીએમ અને એસએલબીસી કન્વીનર, બઁક ઓફ બરોડા, શ્રી એમ બી કલામથેકર, ચેરમેન સૌરાષ્ટ્ર ગ્રામીણ બઁક, શ્રી વિનીત દુડેજા, ચેરમેન, બરોડા ગુજરાત ગ્રામીણ બઁક અને અન્ય બેન્કો તથા સરકારી ખાતાઓ માંથી આવેલ વરિષ્ઠ પ્રતિનિધિઓ, ખેડૂતો, કારીગરો, સંસ્થાકીય ખરીદદારો, એનજીઓ, મહિલા સ્વ-સહાય જુથ વગેરે કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.     

 

 

ત્રણ-દિવસીય પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ કે જે 28 ફેબ્રુઆરી થી શરૂ કરીને 01 માર્ચ 2020 સુધી ચાલુ રહેશે, જેમાં કુલ 80 સ્ટોલ છે, કે જેમાં ગુજરાત અને અન્ય 25 રાજયોના ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. તેમના ઉત્પાદોમાં મસાલા, અનાજ, ફળો, પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો, હસ્તકલા, હેન્ડલૂમ, જૈવિક ખાદ્ય પદાર્થ, ગૃહ સુશોભન, વૂડ વર્ક, સ્ટોન વર્ક વેગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ નો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તાર ના વિવિધ ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (એફપીઓ), મહિલા સ્વ-સહાય જૂથો, કારીગરો ને માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે.

આ કાર્યક્રમ ની સાથોસાથ બાયર સેલર મીટ 2020નું અમદાવાદ હાટ ખાતે આયોજન થયું હતું. જેમાં સંસ્થાકીય ખરીદદારો, જથ્થાબંધ વેપારીઓ, બી ટુ બી અથવા બી ટુ સી મોડલ દ્વારા ખેતપેદાશો માં વ્યવહાર કરતી આઇટી કંપનીઓ તથા કોમોડિટી એક્સ્ચેંજ ના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને ઉત્પાદકો સાથે તેમની આવશ્યકતાઓ અને ઔપચારિકતાઓની ચર્ચા કરી હતી.

હવે આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે અને પ્રવેશ નિ:શુલ્ક છે.

DK/SD/DS/RP/GP


(Release ID: 1604676) Visitor Counter : 177