ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બીએસએફ સાથે ભારત – પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશ સરહદો પર સરહદી સુરક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી


કોવિડ-19 પર લોકોને જાણકારી આપો અને સરહદ પર કોઈ અવરજવર ન થાય એ સુનિશ્ચિત કરોઃ ગૃહમંત્રીએ બીએસએફને જણાવ્યું

प्रविष्टि तिथि: 10 APR 2020 5:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગઈકાલે બીએસએફ કમાન્ડ અને સેક્ટર હેડક્વાર્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની સરહદો પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

શ્રી શાહે સૂચના આપી હતી કે, સરહદ પર સતર્કતા વધારી શકાશે, ખાસ કરીને વાડ ન ધરાવતા વિસ્તારોમાં, જેથી સરહદ પરથી અવરજવર ન થઈ શકે.

ગૃહ મંત્રીએ વધુમાં સૂચના આપી હતી કે, સરહદી વિસ્તારોમાં ખેડૂતોને કોવિડ-19 વિશે જાણકારી આપવી પડશે અને આ વિસ્તારોમાં એના પ્રસારને અટકાવવા નિવારણાત્મક પગલાં લેવા પડશે. ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં બીએસએફએ સુનિશ્ચિત કરવું પડશે કે લોકોએ અજાણતા વાડને ઓળંગવી ન જોઈએ.

ગૃહ મંત્રીએ કોવિડ-19 રોગચાળા વચ્ચે બીએસઈ ટુકડીઓ દ્વારા સારાં કાર્યની પ્રશંસા કરી હતી. લોકડાઉન દરમિયાન બીએસએફની ટુકડીઓએ તેમની ઊર્જાને નીચેના કાર્યો પર કેન્દ્રીત કરી છે

 •           જાગૃતિ અભિયાનો, આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ

•             સાફસફાઈનાં પ્રયાસો, જ્યાં ગામડાઓમાં શક્ય હોય ત્યાં

•             હાથ ધોવા માટે ફેસ માસ્ક અને સાબુ પૂરાં પાડીને

•             જરૂરિયાતમંદોને રાશન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ પૂરી પાડવી, જેમાં અંતરિયાળ ગામડાઓ, માઇગ્રેશન કરીને આવેલા કામદારો, રોજિંદા કામદારો અને સરહદી વિસ્તારોમાં ફસાઈ ગયેલા ડ્રાઇવરો સામેલ છે

આ સમીક્ષા બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ગૃહ મંત્રીઓ શ્રી જી કિશન રેડ્ડી અને શ્રી નિત્યાનંદ રાય તેમજ કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવ (સરહદી વ્યવસ્થાપન) અને ડીજી, બીએસએફ સામેલ થયા હતા.

GP/RP


(रिलीज़ आईडी: 1613039) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam