નાગરિક ઉડ્ડયન મંત્રાલય

સરકાર અને ઉડ્ડયન મંત્રાલય સમગ્ર દેશમાં લોકોને આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે કટિબદ્ધ


કોવિડ યોદ્ધાઓ ખાસ કરીને પૂર્વોત્તર અને દૂરના વિસ્તારો સહિત તમામ જગ્યાએ પૂરવઠો પહોંચાડવા માટે સતત કામ કરે છે

Posted On: 14 APR 2020 7:47PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઉડ્ડયન ઉદ્યોગ કોવિડ-19 સામે ભારતની લડાઇમાં તબીબી માલસામાનનું સૌથી કાર્યદક્ષ અને ઓછા ખર્ચે ભારત અને વિદેશમાં વાયુ માર્ગે પરિવહન કરીને પોતાના તરફથી પૂરતું યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ છે. કોવિડ-19 સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને દૂરના વિસ્તારો સુધી આવશ્યક તબીબી માલસામાનનો પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન અતંર્ગત 227 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આમાંથી 138 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 407.40 ટન માલનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 2,20,129 કિમી અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ યોદ્ધાઓ ખાસ કરીને દૂરના વિસ્તારો સહિત બધી જગ્યાએ સતત પૂરવઠો પહોંચાડવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે.

 

કુલ કાપવામાં આવેલું અંતર

2,20,129 કિમી

12.04.2020ના રોજ માલ લોડ કરવામાં આવ્યો

29.90 ટન

12.04.2020 સુધીમાં કુલ માલનું પરિવહન કરવામાં આવ્યું

377.50 + 29.90 = 407.40 ટન

 

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સનું તારીખ અનુસાર વિવરણ:

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ

1

26.3.2020

2

-

-

-

2

4

2

27.3.2020

4

9

1

-

-

14

3

28.3.2020

4

8

-

6

-

18

4

29.3.2020

4

9

6

-

-

19

5

30.3.2020

4

-

3

-

-

7

6

31.3.2020

9

2

1

-

-

12

7

01.4.2020

3

3

4

-

-

10

8

02.4.2020

4

5

3

-

-

12

9

03.4.2020

8

-

2

-

-

10

10

04.4.2020

4

3

2

-

-

9

11

05.4.2020

-

-

16

-

-

16

12

06.4.2020

3

4

13

-

-

-

13

07.4.2020

4

2

3

-

-

9

14

08.4.2020

3

-

3

-

-

6

15

09.4.2020

4

8

1

-

-

13

16

10.4.2020

2

4

2

-

-

8

17

11.4.2020

5

4

18

-

-

27

18

12.4.2020

2

2

-

-

-

4

19

13.4.2020

3

3

3

   

9

 

કુલ

72

66

81

6

2

227

 

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તર પ્રદેશમાં મહત્વપૂર્ણ તબીબી માલસામાન અને દર્દીઓના પરિવહન માટે પવનહંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાઓ ચલાવવામાં આવી રહી છે.

 

સ્થાનિક લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને HLL અને ICMRની અન્ય સામગ્રી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.

 

સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 13 એપ્રિલ 2020 દરમિયાન 315 કાર્ગો વિમાનોનું પરિચાલન કરીને 4,50,139 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 2645 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 100 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 13 એપ્રિલ 2020 દરમિયાન 104 સ્થાનિક ઉડાન દ્વારા 1,01,042 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 1636 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 13 એપ્રિલ દરમિયાન 25 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 21,906 કિમીનું અંતર કાપીને 21.77 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.

 

આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર

એર ઇન્ડિયા દ્વારા 13 એપ્રિલના રોજ 28.95 ટન ફળ અને શાકભાજીનો જથ્થો લઇને મુંબઇથી લંડન પ્રથમ ફ્લાઇટ રવાના કરવામાં આવી હતી અને આ ફ્લાઇટ પરત આવી ત્યારે 15.6 ટન સામાન્ય કાર્ગો સામગ્રી ત્યાંથી લઇને આવી હતી. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે. દક્ષિણ એશિયામાં, એર ઇન્ડિયા દ્વારા કોલંબો ખાતે 7 એપ્રિલ 2020ના રોજ 9 ટન જથ્થો જ્યારે 8 એપ્રિલના રોજ 4 ટન જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.

 

ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે 4 એપ્રિલ 2020થી એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. તારીખ અનુસાર તબીબી સામાન લઇ જવામાં આવ્યો તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

તારીખ

પ્રસ્થાન સ્થળ

જથ્થો (ટન)

1

04.4.2020

શાંઘાઇ

21

2

07.4.2020

હોંગકોંગ

6

3

09.4.2020

શાંઘાઇ

22

4

10.4.2020

શાંઘાઇ

18

5

11.4.2020

શાંઘાઇ

18

6

12.4.2020

શાંઘાઇ

24

   

કુલ

109

 

સ્પાઇસ જેટની સ્થાનિક કાર્ગો ફ્લાઇટ્સ (13.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

13-04-2020

10

111.14

9,900

 

સ્પાઇસ જેટની આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ (13.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

13-04-2020

5

55.86

13,706

 

બ્લુ ડાર્ટ દ્વારા માલના પરિવહનની વિગતો (13.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

13-04-2020

10

156.40

8,967.25

 

RP

*****

 


(Release ID: 1614560)