પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

प्रविष्टि तिथि: 17 APR 2020 8:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી સિરિલ રામફોસા સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.

બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો વિશે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે મહામારીનો પ્રભાવ ઘટાડવા માટે અને પોતાના દેશમાં લોકોની સુરક્ષા માટે તેમની સંબંધિત સરકારો દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, પડકારજનક સમયમાં આવશ્યક દવાઓનો પૂરવઠો પૂરો પાડવામાં ભારત તરફથી દક્ષિણ આફ્રિકાને શક્ય હોય તેવો તમામ સહકાર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામફોસાએ આફ્રિકન સંઘના વડા તરીકે તેમના વર્તમાન હોદ્દાની રૂએ મહામારીને નિયંત્રણમાં લેવા માટે સમગ્ર ખંડમાં સંકલનની કામગીરીમાં જે પ્રકારે સક્રીય ભૂમિકા નિભાવી તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.

ભારત અને આફ્રિકા વચ્ચે સદીઓ જુની મૈત્રી અને લોકોના વિનિમયનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વાયરસ સામેની લડાઇમાં સંયુક્ત આફ્રિકન પ્રયાસોમાં સંપૂર્ણ ભારત સહકાર આપશે.

 

GP/DS

 


(रिलीज़ आईडी: 1615523) आगंतुक पटल : 316
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam