પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાહેર સેવા દિવસ નિમિત્તે જાહેર સેવકોને શુભેચ્છા પાઠવી અને સરદાર પટેલને સ્મરણાંજલી આપી

प्रविष्टि तिथि: 21 APR 2020 10:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેર સેવા દિવસ નિમિત્તે જાહેર સેવકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી હતી અને સરદાર પટેલને સ્મરણાંજલી આપી હતી.

તેમણે કહ્યું કે, “આજે, જાહેર સેવા દિવસ નિમિત્તે હું તમામ જાહેર સેવકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. કોવિડ-19ને હરાવવા માટે ભારતની લડાઇમાં તેમના પ્રયાસોની હું પ્રશંસા કરું છું. તેઓ અવિરત કામ કરી રહ્યા છે અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને મદદ કરીને દેશમાં દરેક વ્યક્તિ તંદુરસ્ત રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે.

જાહેર સેવા દિવસ નિમિત્તે સરદાર પટેલને હું સ્મરણાંજલી અર્પણ કરું છું જેમણે આપણા વહીવટી માળખાની પરિકલ્પના કરી અને એવું વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા પર ભાર મૂક્યો જે પ્રગતિલક્ષી અને સહાનુભૂતિપૂર્ણ હોય.”

 

GP/DS


(रिलीज़ आईडी: 1616658) आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Odia , Tamil , Telugu , Kannada , Malayalam