ભારતીય સ્પર્ધા પંચ

CCIએ JSW પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા B.M.M ઇસ્પાત લિમિટેડમાં બહુમતી શેર હિસ્સો હસ્તગત કરવાની મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 24 APR 2020 6:01PM by PIB Ahmedabad

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) JSW પ્રોજેક્ટ્સ લિમિટેડ (JPL) દ્વારા B.M.M ઇસ્પાત લિમિટેડ (BMM)માં બહુમતી શેર હિસ્સો હસ્તગત કરવા સંબંધિત પ્રસ્તાવિક એકીકરણને મંજૂરી આપી છે.

JSW ગ્રૂપની કંપની JPL હાલમાં પ્રત્યક્ષ રિડ્યુસ લોખંડ/ સ્પન્જ લોખંડના ઉત્પાદન, કોક ડ્રાય ક્વેન્ચિંગ અને કેપ્ટિવ વીજ ઉત્પાદન જેવા કાર્યોમાં સંકળાયેલી છે જેનો ઉપયોગ JSW સ્ટીલ લિમિટેડ દ્વારા જોબ વર્કમાં સ્ટીલ અને સ્ટીલની પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં થાય છે.

BMM, ભારતમાં નોંધાયેલી કંપની છે અને સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદન તેમજ વેચાણમાં સંકળાયેલી છે જેમાં (i) લોખંડનો ઓર (કાચુ લોખંડ); (ii) સ્પન્જ લોખંડ ; (iii) TMT બાર અને (iv) સેમી સામેલ છે.

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1617983) મુલાકાતી સંખ્યા : 200