PIB Headquarters
PMUY લાભાર્થીઓને વિનામૂલ્યે LPG – ગુજરાત રાજ્યમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ સિલિન્ડર મેળવ્યા
પોસ્ટેડ ઓન:
27 APR 2020 4:55PM by PIB Ahmedabad
ગુજરાતમાં, ઇન્ડિયન ઓઇલ તેમજ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) દ્વારા આ મહિને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત PMUYના લાભાર્થીઓને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખથી વધુ LPG સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
23 એપ્રિલ 2020ના આંકડાઓ અનુસાર, OMC દ્વારા ગુજરાતમાં આ યોજના માટે PMUYના લાભાર્થીઓનાં ખાતામાં રૂ. 193.3 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમાંથી, ઇન્ડિયન ઓઇલ દ્વારા 12.4 લાખ રિફિલ માટે રૂ. 92.5 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.
રાજ્યમાં, અત્યાર સુધીમા PMUY હેઠળ 12.3 લાખ રિફિલનું બુકિંગ થઇ ગયું છે જેમાંથી 11.3 લાખ સિલિન્ડરનું રાજ્યમાં વિતરણ પણ થઇ ગયું છે.
અત્યારે સમગ્ર દેશમાં કોવિડ-19 કટોકટીના કારણે લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે, ઇન્ડિયન ઓઇલ અને અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને રાહત આપવા માટે આ યોજનાઓ અમલ કરવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ, PMUY લાભાર્થીઓને એપ્રિલથી જૂન 2020 દરમિયાન 14.2 કિલોના ત્રણ અથવા 5 કિલોના 8 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજના 14.2 કિલો અને 5 કિલો સિલિન્ડરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. લાભાર્થીઓ એક મહિનામાં 14.2 કિલોનું એક સિલિન્ડર અથવા 5 કિલોના ત્રણ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. રિફિલનું બુકિંગ તેમના મોબાઇલ ફોન પરથી થઇ શકે છે જો કોઇની પાસે મોબાઇલ ફોન ન હોય તો, તેઓ વિતરક પાસે ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મ ભરીને પણ બુકિંગ કરાવી શકે છે.
હાલમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે ઉભા થતા કેટલાક અવરોધો વચ્ચે પણ ઇન્ડિયન ઓઇલના LPG ડિલિવરી બોય દ્વારા ઇન્ડેન LPG રિફિલની ગ્રાહકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં આવે છે. ઇન્ડેન LPG માટેની RSP રકમ ઇન્ડિયન ઓઇલ દ્વારા સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. રિફિલની ડિલિવરી વખતે લાભાર્થીઓ આ નાણાં ડિલિવરી બોયને ચુકવીને તેમનું સિલિન્ડર મેળવી શકે છે.

રંજનબેન પ્રહલાદભાઈ નાયી
ગુજરાતના મહેસાણા જિલ્લાના PMUYના લાભાર્થી રંજનબેન પ્રહલાદભાઈ નાયીએ જણાવ્યું હતું કે અત્યારે કોરોના મહામારીના કપરા સમયમાં પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજનામાં રૂપિયા 770/-ની સહાય મારા બેંક ખાતામાં જમા થયેલ છે. તેથી હું પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું.

ભાનુબેન માધડ
એવીજ રીતે ભાનુબેન માધડે જણાવ્યું હતું કે, “મેં ઇન્ડેન LPG રિફિલનું બુકિંગ કરાવ્યા પછી, તેની રકમ ઇન્ડિયન ઓઇલ દ્વારા સીધી મારા ખાતામાં જમા કરાવવામાં આવી હતી. આજે, ઇન્ડેન LPG ડિલિવરી બોયે મારા ઘરે આવી રિફિલની ડિલિવરી કરી છે. આ ચિંતનપૂર્ણ કામગીરી બદલ હું ઇન્ડિયન ઓઇલ અને પ્રધાનમંત્રીનો આભાર માનું છું.”
આવા જ પ્રશંસાના શબ્દો ગુજરાતમાં મહેસાણા જિલ્લાના રહેવાસીઓ અને દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીઓના છે.
ગુજરાતમાં 105.3 લાખ LPG ગ્રાહકો છે જેમાં 29 લાખથી વધુ PMUY લાભાર્થીઓ છે.
ગુજરાતમાં દરરોજ OMC દ્વારા 2.4 લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવે છે જેમાં અંદાજે 0.56 લાખ સિલિન્ડર PMUY લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે.
દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન જ્યારે લોકો ઘરમાં સલામત રહે છે ત્યારે LPG ડિલિવરી બોય અને LPGની સંપૂર્ણ પૂરવઠા સાંકળના તમામ કર્મચારીઓ સ્વચ્છ ઇંધણ સીધા ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવા માટે અવિરત મહેનત કરે છે.
GP/DS
(રીલીઝ આઈડી: 1618694)
મુલાકાતી સંખ્યા : 172