ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

‘સેન્ટ્રલ પૂલ’ હેઠળ ઘઉંની ખરીદીના કામકાજે વેગ પકડ્યો


આ મોસમ માટે 400 LMTનું લક્ષ્ય હાંસલ થવાની શક્યતા

FCIએ લૉકડાઉન દરમિયાન 2000થી વધુ ટ્રેનો દોડાવીને માલવહન કર્યું

દેશભરમાં 2087 ટ્રેનોમાં અંદાજે 58.44 લાખ MT ખાદ્યાન્નનો જથ્થો પહોંચાડવામાં આવ્યો

Posted On: 27 APR 2020 7:36PM by PIB Ahmedabad

દેશમાં ઘઉંનું ઉત્પાદન કરતા તમામ મુખ્ય રાજ્યોમાં ઘઉંની ખરીદીની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. 26.04.2020 સુધીમાં સેન્ટ્રલ પૂલ મે કુલ 88.61 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંના જથ્થાની ખરીદી થઇ ચુકી છે. આમાં સૌથી વધુ યોગદાન 48.27 LMT સાથે પંજાબનું છે જ્યારે 19.07 LMT સાથે હરિયાણા બીજા ક્રમે છે. ખરીદીની વર્તમાન ઝડપને ધ્યાનમાં રાખતા, મોસમમાં 400 LMTની ખરીદીનું લક્ષ્ય હાંસલ થઇ જાય તેવી સંભાવના છે. કોવિડ-19 વાયરસના ફેલાવાના કારણે ઉભા થયેલા વર્તમાન જોખમને ધ્યાનમાં રાખતા, તમામ બજારોમાં સામાજિક અંતર માટે જરૂરી સાવચેતીના પગલાંનું ચુસ્ત પાલન કરીને ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતો કોઇપણ પ્રકારે તણાવ કે મુશ્કેલની સ્થિતિમાં મૂકાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિલક જથ્થો ધરાવતા પ્રદેશોમાંથી માંગ હોય તેવા પ્રદેશોમાં ખાદ્યાન્નના પૂરતા જથ્થાની રવાગની એકધારી ચાલુ રાખવા માટે, ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) લૉકડાઉનના સમયમાં અત્યાર સુધીમાં 2000થી વધુ ટ્રેનોમાં ખાદ્યાન્નનો જથ્થો દેશભરમાં પહોંચાડી દીધો છે. ભારત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ખાદ્યાન્નના જથ્થાની જરૂરિયાતને પહોંચી વળવા માટે 27.04.2020 સુધીમાં કુલ 2087 ટ્રેનોમાં અંદાજે 58.44 LMT ખાદ્યાન્નના જથ્થાને રવાના કરી દેવામાં આવ્યો છે. સંખ્યાબંધ વપરાશકર્તા રાજ્યોમાં મુખ્ય અનલોડિંગ કેન્દ્રોમાંથી ઘણી જગ્યાઓને ચેપગ્રસ્ત ઝોન અને હોટસ્પોટ જાહેર કરવાથી ગંભીર અવરોધો આવી રહ્યા હોવા છતાં, સમયમાં 1909 રેકમાં 53.47 LMT જથ્થાનું અનલોડિંગ પણ થઇ ગયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લૉકડાઉનના પ્રતિબંધોમાં તબક્કાવાર છુટછાટ આપવામાં આવશે તેમ તેમ આગામી દિવસોમાં અનલોડિંગની કામગીરી વધુ વેગ પકડશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત ત્રણ મહિના (એપ્રિલથી જૂન 2020) સુધી વ્યક્તિદીઠ 5 કિલો ખાદ્યન્ન વિનામૂલ્યે આપવા માટેનો જથ્થો ઉપાડવાનું કામ હાલમાં સારી રીતે ચાલી રહ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ તેમજ લક્ષદ્વીપે પહેલાંથી 3 મહિનાનો ક્વોટાનો જથ્થો ઉપાડી લીધો છે. અન્ય 7 રાજ્યો જૂન મહિનાના ક્વોટાનો જથ્થો ઉપાડી રહ્યા છે જ્યારે 20 રાજ્યોએ મે મહિનાના ક્વોટાનો જથ્થો ઉપાડી લીધો છે. 8 રાજ્યો અત્યારે એપ્રિલ મહિનાના ક્વોટાનો જથ્થો ઉપાડી રહ્યા છે જેઓ મહિનાના અંત સુધીમાં કામ પૂરું કરશે તેવી અપેક્ષા છે. FCI તમામ રાજ્યોમાં જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતા જથ્થાની વ્યવસ્થા કરી છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ મહિના માટે વધારાની ફાળવણી અંદાજે 9 લાખ મેટ્રિક ટન હોવાથી, રાજ્યના વિવિધ ભાગોમાં 227 ટ્રેનોમાં માલ લોડ કરીને ચોખાનો જથ્થો પહોંચાડવાની યોજના તૈયાર કરી દેવામાં આવી છે. જથ્થો ચાર રાજ્યો એટલે કે તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશામાંથી એક સાથે પશ્ચિમ બંગાળમાં રવાના કરવામાં આવશે જેથી ટુંક સમયમાં રાજ્યમાં ખાદ્યાન્નનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઇ શકે.

 

 

GP/DS

 


(Release ID: 1618787)