સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ્સ
Posted On:
28 APR 2020 6:32PM by PIB Ahmedabad
ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે બાયો ટેકનોલોજી વિભાગ અને તેની 18 સ્વાયત્ત સંસ્થાઓ અને PSU દ્વારા કરવામાં આવેલા સંશોધન કાર્ય અંગે વિભાગના નિદેશકો/ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે એન્ટીબોડી નિદાન કીટ્સ, વાસ્તવિક સમયમાં PCR આધારિત નિદાન કીટ્સ અને કોવિડ-19 માટે રસી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર કરવાની કામગીરીને વેગ આપવા માટે નિર્દેશો આપ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દિલ્હીના LG, દિલ્હીના આરોગ્ય મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈન, MCD આયુક્તો, DM અને દિલ્હીના તમામ જિલ્લાના DCP, કેન્દ્ર/ રાજ્ય તેમજ જિલ્લા સર્વેલન્સ અધિકારીઓ અને સરકારી હોસ્પિટલોના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દિલ્હીમાં કોવિડ-19 સર્વેલન્સની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. શ્રી રાજેશ ભૂષણ OSD (MoHFW), ડૉ. રાજીવ ગર્ગ, DGHS (MoHFW) અને ડૉ. એસ. કે. સિંહ, ડાયરેક્ટર (NCDC) પણ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અતિ ઓછા લક્ષણો ધરાવતા/લક્ષણો પહેલાંની સ્થિતિ ધરાવતા દર્દીઓને હોમ ક્વૉરેન્ટાઇન રાખવા અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જે દર્દીઓ પાસે તમના ઘરે સેલ્ફ- આઇસોલેશન માટે પૂરતી સુવિધાઓ હોય તેમને ઘરે આઇસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે. આ માર્ગદર્શિકાઓ કોવિડ-19ના શંકાસ્પદ/ પુષ્ટિ થયેલા દર્દીઓના યોગ્ય વ્યવસ્થાપન માટે 07 એપ્રિલ 2020ના રોજ MoHFW દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ઉપરાંત છે. આ માર્ગદર્શિકાઓ આપેલ લિંક પરથી મેળવી શકાય છે.
https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf
કોવિડ-19ના દર્દીઓને પ્લાઝ્મા થેરાપી આપવા સંબંધે, ICMR દ્વારા પહેલાંથી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોવિડ-19 માટે પ્લાઝ્મા થેરાપી સહિત કોઇ જ ચોક્કસ સારવાર પદ્ધતિ નથી. આ એવી ઘણી થેરાપીમાંથી જ એક છે જેનો અગાઉ પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી આ થેરાપી સચોટ સારવાર તરીકે સહાય કરતી હોવાના કોઇ પૂરાવા નથી. ICMR દ્વારા આ થેરાપીની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રીય અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, ICMR દ્વારા આ અભ્યાસ પૂર્ણ કરવામાં ન આવે અને નક્કર વૈજ્ઞાનિક પૂરવો મળે નહીં ત્યાં સુધી, આનો ઉપયોગ સંશોધન અથવા પ્રયોગાત્મક હેતુ સિવાય કરવો જોઇએ નહીં. ખરેખર તો, પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં જીવનું જોખમ ઉભું થવાની પણ શક્યતા રહે છે. ICMR દ્વારા પહેલાંથી જ અભ્યાસ સિવાય પ્લાઝ્મા થેરાપીના ઉપયોગ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
આજદિન સુધીની સ્થિતિ અનુસાર, દેશમાં 17 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા 28 દિવસથી કોરોનાનો કોઇ નવો કેસ નોંધાયો નથી. ગઇકાલ સુધીમાં આ જિલ્લાઓની સંખ્યામાં 1 નો વધારો થયો છે (બે નવા જિલ્લા ઉમેરવામાં આવ્યા છે જ્યારે એક દૂર કરવામાં આવ્યો છે). આ યાદીમાં કાલીમપોંગ (પશ્ચિમ બંગાળ) અને વાયનાડ (કેરળ)નો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે લાખી સરાઇ (બિહાર) જિલ્લાને આ યાદીમાં દૂર કરવામાં આવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં 6,868 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 23.3% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 29,435 થઇ છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1619053)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam