આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
દેશભરમાં સ્વ સહાયતા જૂથો દ્વારા એક કરોડથી વધુ ફેસ માસ્ક તૈયાર કરવામાં આવ્યા
प्रविष्टि तिथि:
29 APR 2020 1:46PM by PIB Ahmedabad
દેશભરમાં જુદા જુદા સ્વ સહાયતા જૂથો દ્વારા એક કરોડથી વધુ ફેસ માસ્ક બનાવવામાં આવ્યા છે. તે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની ડીએવાય – એનયુએલએમ ફ્લેગશીપ યોજના અંતર્ગત કોવિડ-19 સામે લડવા માટે સ્વ સહાયતા જૂથોના અથાક પ્રયાસો, હકારાત્મક ઉર્જા અને એકતાના સંકલ્પને દર્શાવે છે.
આ ગૌરવશાળી ક્ષણના કેન્દ્રમાં મિશન દ્વારા સમર્થન પ્રાપ્ત મહિલા ઉદ્યમીઓનું એક મજબૂત સંગઠન છે. આ મહિલા ઉદ્યમીઓની પ્રતિબદ્ધતા અન્ય લોકોને વધુ ઉર્જા અને દ્રઢ સંકલ્પની સાથે પોતાના પ્રયાસોને ગતિશીલ કરવા માટે સતત પ્રેરણા આપી રહી છે. તે જ સાચા અર્થમાં જીવનને સુરક્ષિત રાખનાર મહિલા સશક્તિકરણ છે.
સ્વ સહાયતા જૂથોની મહિલાઓના કેટલાક અવતરણો:
સમૃદ્ધિ એરિયા લેવલ ફેડરેશન (એએલએફ)ના અધ્યક્ષ સુશ્રી શુભાંગી ચંદ્રકાંત ધાયગુડેના ચહેરા પર એક જુદા જ પ્રકારનું સ્મિત છે, જે સંતોષ અને ગર્વનું પ્રતિક છે. તે ફોનના માધ્યમથી ઓર્ડર એકત્રિત કરે છે અને મહારાષ્ટ્રના ટીટવાલા સ્થિત પોતાના ઘરમાં માસ્ક સીવે છે. તે કહે છે કે તેમણે 50,૦૦૦ માસ્ક બનાવ્યા છે અને માસ્ક બનાવવાના આ કામમાં તેમની સાથે 45 અન્ય મહિલાઓ સામેલ છે.
રાજસ્થાનના કોટામાં સાવરની સ્વ સહાયતા જૂથના સભ્ય સુશ્રી મીનુ ઝાનું માનવું છે કે તેમણે એવું વિચાર્યું પણ નહોતું કે તેમનું આ નાનકડું પગલું બીજા લોકોની માટે આટલું પ્રેરણાદાયી હોઈ શકે છે. સુશ્રી મીનુ ઝાની આ પંક્તિઓ એ તથ્યનો પુનરોચ્ચાર કરે છે કે લોકડાઉન દરમિયાન પણ આપણા સૌની અંદર આ લડાઈમાં યોગદાન આપવાની અદ્વિતીય ક્ષમતા રહેલી છે.
ગમોચા, કે જે આસામનું પારંપરિક કપડું અને સન્માનનું પ્રતિક છે, આજે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વચ્છતાનું પ્રતિક બની ગયું છે. નૌગાંવના રુનઝુન સ્વ સહાયતા જૂથના સભ્ય સુશ્રી રશ્મિ, આ પારંપરિક કપડાનો ઉપયોગ કરીને માસ્ક તૈયાર કરવામાં વ્યસ્ત છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં પ્રયાસ સ્વ સહાયતા જૂથના સભ્ય સુશ્રી ઉપદેશ અંદોત્રા તિરંગો માસ્ક બનાવતા ગર્વનો અનુભવ કરે છે.
GP/DS
(रिलीज़ आईडी: 1619286)
आगंतुक पटल : 292
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam