આદિવાસી બાબતોનું મંત્રાલય

સરકારે કોરોના વાયરસ મહામારીથી ઉભા થયેલા સંજોગો વચ્ચે 49 ગૌણ વન્ય પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધાર્યા


ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટીંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયા (ટ્રાઈફેડ) રાજ્યોમાં વધારેલા લઘુત્તમ ટેકાના ભાવના અમલીકરણનુ મોનિટરીંગ કરશે

प्रविष्टि तिथि: 01 MAY 2020 7:03PM by PIB Ahmedabad

આજીવિકા માટે વન્ય પેદાશો એકત્ર કરતા આદિવાસીઓ માટે સરકારે 49 ગૌણ વન્ય પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માં વધારો જાહેર કર્યો છે. આદિવાસી બાબતોના મંત્રાલયે જારી કરેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ગૌણ વન્ય પેદાશના લઘુત્તમ ટેકાના ભાવ ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય હેઠળ રચવામાં આવેલા પ્રાઈસીંગ સેલ દ્વારા દર ત્રણ વર્ષે એક વાર વધારવામાં આવે છે. આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે આમ છતાં, કોરોના વાયરસ મહામારીના કારણે ગૌણ વન્ય પેદાશો એકત્ર કરનાર માટે પ્રકારની યોજના જાહેર કરવાનુ ખૂબ મહત્વનુ હતું. સક્ષમ ઓથોરિટીએ વર્તમાન જોગવાઈઓ હળવી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે અને યોજના હેઠળ આવરી લેવામાં આવેલી યોજનાની માર્ગરેખાઓમાં ગૌણ વન્ય પેદાશો અંગેના પ્રાઈસીંગ સેલ સાથે યોગ્ય પરામર્શ કરીને લઘુત્તમ ટેકાના ભાવમાં સુધારો કર્યો છે.

ગૌણ વન્ય પેદાશોના ભાવોમાં કરાયેલા વધારા અંગે વધુ વિગત જાણવા માટે કૃપયા અહીંયા ક્લિક કરો

 

ગૌણ વન્ય પેદાશોની વિવિધ ચીજોના ભાવમાં જે વધારો કરવામાં આવેલો છે તે 16 ટકાથી માંડીને 66 ટકા જેટલો છે.

ભાવ વધારાને કારણે ઓછામાં ઓછા 20 રાજ્યોમાં ગૌણ વન્ય પેદાશો કત્ર કરવાની કામગીરી ગતિમાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

 

GP/DS


(रिलीज़ आईडी: 1620188) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada