સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સૌથી વધુ કોવિડ-19 કેસો ધરાવતા જિલ્લાઓમાં કેન્દ્રીય ટીમો નિયુક્ત કરવામાં આવી
Posted On:
03 MAY 2020 8:46PM by PIB Ahmedabad
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વીસ (20) કેન્દ્રીય જાહેર આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે જેને દેશમાં કોવિડ-19ના સૌથી વધુ કેસો ધરાવતા 20 જિલ્લામાં નિયુક્ત કરવામાં આવી રહી છે. આ જિલ્લાઓની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે :
1. મુંબઇ, મહારાષ્ટ્ર
2. અમદાવાદ, ગુજરાત
3. દિલ્હી (દક્ષિણ પૂર્વ)
4. ઇન્દોર, મધ્યપ્રદેશ
5. પૂણે, મહારાષ્ટ્ર
6. જયપુર, રાજસ્થાન
7. થાણે, મહારાષ્ટ્ર
8. સુરત, ગુજરાત
9. ચેન્નઇ, તામિલનાડુ
10. હૈદરાબાદ, તેલંગાણા
11. ભોપાલ, મધ્યપ્રદેશ
12. જોધપુર, રાજસ્થાન
13. દિલ્હી (સેન્ટ્રલ)
14. આગ્રા, ઉત્તરપ્રદેશ
15. કોલકાતા, પશ્ચિમ બંગાળ
16. કુર્નૂલ, આંધ્રપ્રદેશ
17. વડોદરા, ગુજરાત
18. ગુંતૂર, આંધ્રપ્રદેશ
19. ક્રિશ્ના, આંધ્રપ્રદેશ
20. લખનઉ, ઉત્તરપ્રદેશ
આ ટીમો આ જિલ્લા/ શહેરોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કોવિડ-19ના નિયંત્રણ માટે વિવિધ માપદંડોના અનુપાલનમાં રાજ્યોને સહકાર આપશે. આ ટીમો રાજ્ય સરકારને મદદરૂપ થશે.
SD/NG
(Release ID: 1620875)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada