સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 58.67% નોંધાયો

સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધીને 1,11,602 થઇ ગયો

प्रविष्टि तिथि: 29 JUN 2020 1:13PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા તબક્કાવાર, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાંના પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે.

આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,11,602 વધારે નોંધાઇ છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,21,722 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો સુધારો થઇ રહ્યો છે. હાલમાં સાજા થવાનો દર વધીને 58.67% થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 12,010 દર્દીઓ સાજા થઇ ગયા છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,10,120 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1047 થઇ ગઇ છે. આમાં 760 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 287 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે. છેલ્લા 24 કલાકમાં પરીક્ષણની 11 લેબોરેટરી વધારવામાં આવી છે જે તમામ લેબ સરકાર દ્વારા સંચાલિત છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 567 (સરકારી: 362 + ખાનગી: 205)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 393 (સરકારી: 366 + ખાનગી: 27)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 87 (સરકારી: 32 + ખાનગી: 55)

દેશમાં કુલ પરીક્ષણ કરવામાં આવેલા સેમ્પલ પરથી સુધારાનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 83,98,362 સુધી પહોંચી ગયો છે. ગઇકાલે દેશમાં 1,70,560 સેમ્પલનું કોવિ઼ડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.


(रिलीज़ आईडी: 1635145) आगंतुक पटल : 335
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam