સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ


કોવિડ પોઝિટીવિટીનો રાષ્ટ્રીય દર 6.73 જ્યારે સંખ્યાબંધ રાજ્યોમાં પોઝિટીવિટીનો દર ઓછો નોંધાયો

કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે દિલ્હીમાં પરીક્ષણોની સંખ્યામાં નોધપાત્ર વૃદ્ધિ થઇ જ્યારે પોઝિટીવિટીના દરમાં ઘટાડો નોંધાયો

Posted On: 06 JUL 2020 2:53PM by PIB Ahmedabad

 

દેશમાં કોવિડ-19 મહામારીના અસરકારક રીતે વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંયુક્ત રીતે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સંકલિત પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકારે પરીક્ષણની સંખ્યામાં વધારો કરવા પર, તાત્કાલિક સંપર્ક ટ્રેસિંગ કરવા પર અને પોઝિટીવ નોંધાયેલા કેસોના સમયસર તબીબી વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂક્યો હતો. આના કારણે રાજ્યોમાં નોંધપાત્ર પ્રમાણમાં કોવિડના પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવામાં મદદ મળી છે.

પ્રયાસોના પરિણામે દેશમાં કોવિડના કેસોની પોઝિટીવિટીમાં ઘટાડો થયો છે. હાલમાં દેશનો સરેરાશ પોઝિટીવિટી દર 6.73% છે.

5 જુલાઇ 2020ની સ્થિતિ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ પોઝિટીવિટી દરની સરખામણીએ ઓછો પોઝિટીવિટી દર ધરાવતા અને રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ પ્રત્યેક એક મિલિયન વ્યક્તિએ વધુ પરીક્ષણો ધરાવતા ટોચના પાંચ રાજ્યો:

અનુક્રમ નંબર

રાજ્ય

પોઝિટીવિટી દર (% ટકામાં)

પ્રત્યેક એક મિલિયન વ્યક્તિએ પરીક્ષણ

1

ભારત (રાષ્ટ્રીય સરેરાશ)

6.73

6,859

2

પુડુચેરી

5.55

12,592

3

ચંદીગઢ

4.36

9,090

4

આસામ

2.84

9,987

5

ત્રિપુરા

2.72

10,941

6

કર્ણાટક

2.64

9,803

7

રાજસ્થાન

2.51

10,445

8

ગોવા

2.5

44,129

9

પંજાબ

1.92

10,257

 

દિલ્હીમાં, કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં કેન્દ્ર સરકારની મદદથી નોંધપાત્ર વેગ મળ્યો છે અને પરીક્ષણોની સંખ્યામાં વધારો થઇ શક્યો છે. RT-PCR પરીક્ષણો અને માત્ર 30 મિનિટમાં થઇ શકે તેવા નવા રેપિડ એન્ટિજેન પોઇન્ટ-ઓફ-કેર (POC) પરીક્ષણોના કારણે અહીં પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ શક્યો છે.

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા કેન્દ્રિત અને સઘન પ્રયાસોના પરિણામે, દરરોજ પરીક્ષણની સંખ્યા માત્ર 5481 (1થી 5 જૂન 2020) હતી તે હાલમાં ખૂબ મોટી સંખ્યામાં વધીને 1 થી 5 જુલાઇ 2020 દરમિયાન દરરોજ સરેરાશ 18,766 થઇ ગઇ છે. દિલ્હીમાં નોંધપાત્ર સંખ્યામાં પરીક્ષણો વધારવામાં આવ્યા હોવા છતાં, પોઝિટીવિટી દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને છેલ્લા ત્રણ અઠવાડિયામાં દર 30%થી ઘટીને અંદાજે 10% સુધી પહોંચી ગયો છે.

 

 

GP/DS


(Release ID: 1636787)