Ministry of Railways

પશ્ચિમ રેલવે એ 78 હજાર ટન આવશ્યક સામગ્રીના પરિવહન માટે 400 પાર્સલ વિશેષ ટ્રેનોનો આંકડો કર્યો પાર

प्रविष्टि तिथि: 18 JUL 2020 6:07PM by PIB Ahmedabad

કોરોના મહામારીના કારણોસર ઘોષિત લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં પશ્ચિમ રેલવેની માલવાહક ટ્રેનોના પૈડા નિરંતર ચાલુ છે. પણ પહેલા શુરુઆતમાં પસેન્જર ટ્રેનોનું પરિચાલન પૂર્ણ રોકી દેવામાં આવ્યું હતું પણ પાર્સલ ટ્રેનો અને માલગાડીઓ નિરંતર ચાલી રહી છે કેમકે દેશમાં આવશ્યક વસ્તુઓની આપૂર્તિ રેલવેના માધ્યમથી જ સંભવ હતી. આવા મુશ્કેલ સમયમાં ભારતીય રેલ્વે દેશની સેવામાં હંમેશા અગ્રેસર રહે છે  અને વિશેષ પાર્સલ ટ્રેનો દ્વારા ચિકિત્સા ઉપકરણો અને દવાઓ સહિતના અત્યાધુનિક સામગ્રીની પરિવહન કરે છે. આ ક્રમમાં પશ્ચિમ રેલવે દ્વારા શ્રમિકોનો અછત અને અન્ય મુશ્કેલીઓ હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા 400થી વધુ પાર્સલ વિશેષ ટ્રેનોનો મોટો આંકડો પાર કર્યો છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પશ્ચિમ રેલવેના નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓની ઉર્જાવાન ટીમના સખત પરિશ્રમ અને પોતાના કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણને કારણે સંભવ થઈ શક્યું છે. આ સંબંધમાં ગ્રાહકોની સુવિધા માટે રેલવે બોર્ડની નિતિગત બદલાવો એ પણ એક આવશ્યક ભૂમિકા નિભાઈ છે. પશ્ચિમ રેલવેના વાણિજય વિભાગે પહલ કરતા ગૃહ મંત્રાયલ દ્વારા પ્રદત્ત અધિકારીઓના આધાર પર ગુડ્સ શેડમાં લોડિંગ / અનલોડિંગ પ્રવૃત્તિઓ માટે આવેલા શ્રમિકો / શ્રમિકને આવશ્યક પાસ જારી કર્યા પર રજૂઆત કરી છે. પશ્ચિમ રેલવેની કર્મઠ ટીમના ઉલ્લેખનીય પ્રયાસોના ફળસ્વરૂપ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 400ના મોટા આંકડાને પાર કરવાનું સંભવ થઈ શક્યું છે.


(रिलीज़ आईडी: 1639659) आगंतुक पटल : 258