સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાત ટપાલ વિભાગ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન દિવસ નિમિત્તે વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરવામાં આવી
Posted On:
05 AUG 2020 5:45PM by PIB Ahmedabad
ગુજરાત ટપાલ વિભાગ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન દિવસ નિમિત્તે વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ છે. આ કેન્સલેશન 05 ઓગસ્ટ, 2020ના રોજ ગુજરાતના ત્રણેય ફિલાટેલી બ્યુરોઝ (અમદાવાદ જી.પી.ઓ., વડોદરા એચ.ઓ. અને રાજકોટ એચ.ઓ.) માં પ્રકાશિત કરવામાં આવી છે અને તે 05 ઓગસ્ટ, 2020ના રોજ ત્રણેય બ્યુરો પર પ્રાપ્ત ટપાલ પર લગાવવામાં આવશે. ફિલાટેલિકના શોખમાં, વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન ખૂબ મહત્વનું છે અને તે ફિલાટેલિક મૂલ્યમાં ખૂબ જ શ્રેષ્ઠ છે.
ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી અશોક કુમાર પોદ્દારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને "રામાયણ" વિષયની ટપાલ ટિકિટો પર રામ મંદિર ભૂમિપૂજન દિવસ નિમિત્તે 05 ઓગસ્ટ, 2020ના રોજ પ્રકાશિત વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન સાથે વિશેષ આલ્બમ પ્રસ્તુત કર્યું હતું.

કોઈ પણ પ્રસંગની યાદ માટે ખાસ પિક્ટોરિયલ કેન્સલેશન પ્રકાશિત કરવામાં આવે છે. આ ફિલોટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ છે કે, રામ મંદિર ભૂમિ પૂજન દિવસને વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન દ્વારા યાદગાર બનાવવામાં આવી છે.
(Release ID: 1643566)