વહાણવટા મંત્રાલય
શ્રી મનસુખ માંડવીયાએ નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સિસ્ટમ લોંચ કરી
નાવિકો કોવિડ-19 રોગચાળામાં તેમના ઘરેથી પરીક્ષા આપી શકે છે
અમે પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવા અને દરિયાઈ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોને ઝડપવા પ્રયાસ કરીએ છીએઃ શ્રી માંડવીયા
ભારત દુનિયામાં એકમાત્ર છે, જેણે નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન શરૂ કરી છે
Posted On:
07 AUG 2020 5:07PM by PIB Ahmedabad
રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવીયાએ આજે અહીં વર્ચ્યુઅલ સમારંભમાં નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અંતર્ગત વિવિધ દરિયાઈ તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવતા નાવિકો હવે કોવિડ-19 રોગચાળાના આ અનપેક્ષિત સમયગાળામાં તેમના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપી શકે છે.

શ્રી માંડવીયાએ એમના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, ભારત કુશળ અને લાયકાત ધરાવતા નાવિકો માટે જાણીતો છે. વર્ષ 2017માં 1.54 લાખ નાવિકોની સંખ્યા વર્ષ 2019માં 2.34 લાખ થઈ હતી અન અમારો લક્ષ્યાંક ભારતીય અને દુનિયાના દરિયાઈ ઉદ્યોગની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા 5 લાખ નાવિકોને તૈયાર કરવાને છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્ન સેવ્યું છે કે, દરિયાઈ ક્ષેત્ર ભારતીય યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગારી પેદા કરી શકે છે અને જહાજ મંત્રાલય પીએમના વિઝનને પૂર્ણ કરવા અને રોજગારીની તકો ઝડપવા શક્ય તમામ પ્રયાસ કરે છે.”
મંત્રીએ તાલીમ સંસ્થાઓ સમયની સાથે પરિવર્તન કરવા કામ કરી રહી છે એ અંગે ખુશી વ્યક્ત કરી હતી. શ્રી માંડવીયાએ ઉમેર્યું હતું કે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે, જેને નાવિકો માટે આ રોગચાળા દરમિયાન તેમના ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઇન પરીક્ષા આપવાની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષાને કારણે પરીક્ષાની સચોટતા અને ઉમેદવારોના એકસમાન રીતે મૂલ્યાંકન સુનિશ્ચિત થઈ શકશે. ઓનલાઇન પરીક્ષા સાથે નાવિકોને તેમના ઘરેથી સુવિધાજનક રીતે એક્ઝિટ પરીક્ષામાં ક્વોલિફાઈ થવાની તક મળશે.
વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં ડીજી શિપિંગ શ્રી અમિતાભ કુમારે મંત્રીને સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સલામતીની સંવર્ધિત ખાસિયતો સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે ઉમેદવારોને ઘરેથી પરીક્ષા આપવા સક્ષમ બનાવે છે, જેમાં પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની નહીંવત્ શક્યતા છે. ઉમેદવારો વેબસાઇટ https://www.dgsexams.in/ પર લોગિન કરીને એક્ઝિટ પરીક્ષા આપી શકે છે.
મોડ્યુલર અભ્યાસક્રમો માટે ત્રિસ્તરીય તાલીમ વ્યવસ્થામાં ઇ-લર્નિંગ પ્લેટફોર્મ, માન્યતાપ્રાપ્ત તાલીમ સંસ્થાઓ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને અભ્યાસક્રમને અંતે વર્ચ્યુઅલ ઓનલાઇન એક્ઝિટ પરીક્ષા સોલ્યુશન સ્વરૂપે સામેલ છે, જે ગુણવત્તાયુક્ત અને પ્રમાણભૂત તાલીમની સાથે નાવિકો દ્વારા પ્રાપ્ત જાણકારીની પરીક્ષા પણ સુનિશ્ચિત કરે છે. આ દરિયાઈ વહીવટીતંત્ર દ્વારા વહીવટી અને નિરીક્ષણની જરૂરિયાત છે. જો નાવિકો પોતાના ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઇન તાલીમ મેળવવાનો વિકલ્પ પસંદ કરે, તો ઓનલાઇન તાલીમમાં એને સંકલિત કરવામાં આવી છે.
આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં જહાજ મંત્રાલયના સચિવ શ્રી સંજીવ રંજન, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અધિકારીઓ, મેરિટાઇમ ટ્રેનિંગ સંસ્થાઓના અધિકારીઓ અને નાવિકો ઉપસ્થિત હતા.
SD/GP/BT
(Release ID: 1644144)