સંરક્ષણ મંત્રાલય
મેજર જનરલ વી.કે. શર્મા (સેના મેડલ)એ ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
18 SEP 2020 11:39AM by PIB Ahmedabad
મેજર જનરલ વી.કે. શર્મા (સેના મેડલ)એ 18 સપ્ટેમ્બર 2020ના રોજથી ભારતીય આર્મીના ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઓફિસરે મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવ પાસેથી કમાન્ડ તરીકેની જવાબદારી સંભાળી છે.
RQ1Q.jpeg)
ત્રણ દાયકાની પોતાની વિશિષ્ટ કારકિર્દી દરમિયાન, મેજર જનરલ શર્માએ જમ્મુ- કાશ્મીરના ઘુસણખોરી વિરોધી ક્ષેત્રોમાં તેમજ ચીન સાથેની ઉત્તરીય સરહદે અને પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે કમાન્ડ અને સ્ટાફ એપોઇન્ટમેન્ટની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. વ્યૂહાત્મક દળ કમાન્ડ અને આર્મી હેડક્વાર્ટર્સમાં મુખ્ય નિયુક્તિઓ તેમજ ઇથોપિયા - એરીટ્રેઆમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ મિશનમાં મિલિટરી ઓબ્ઝર્વર જેવી જવાબદારીપૂર્ણ સેવાઓ પણ તેમણે આપી છે.
તેમની સાથે, શ્રીમતી વિભૂતિ શર્માએ આ ડિવિઝનના પરિવાર કલ્યાણ સંગઠનના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ કુશળ શિક્ષણવિદ્ છે અને સમાજ સેવાના કાર્યો માટે ખૂબ જ સક્રિય છે.
(रिलीज़ आईडी: 1656036)
आगंतुक पटल : 146