માહિતી અને પ્રસારણ મંત્રાલય
પાંચ કોવિડ વિજય રથે અંતિમ પડાવમાં પણ "સાવચેતીને સંગ, જીતીશું જંગ" નો માત્ર ઉદગાર જ નહિ પણ નાગરિકોના મનમાં પણ ઉતાર્યો કોરોના જાગૃત્તિનો સંદેશ
Posted On:
19 OCT 2020 5:45PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રલાયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને યુનિસેફ દ્વારા રાજ્યમાં 44 દિવસનું કોવિડ વિજય રથ જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ઉપાંત્ય દિવસે પણ પાંચ કોવિડ વિજય રથે "સાવચેતીને સંગ, જીતીશું જંગ" નો માત્ર ઉદ્ગાર જ નહિ પણ નાગરિકોના મનમાં પણ કોરોના જાગૃત્તિનો સંદેશ ઉતાર્યો હતો. આજે તેતાલીસમાં દિવસે સતત નાગરિકોને માસ્ક બરાબર રીતે પહેરવો, સાબુથી હાથ વારંવાર ધોવા અને 6 ફુટના સામાજિક અંતરનું પાલન કરવું એ ત્રણ મુખ્ય બાબતો વિશે જાગૃત કરી રહ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકારની વિવિધ પહેલો તથા મહિલા અને બાળકોમાં પોષણનું યોગ્ય મહત્વ વિષે પણ માહિતગાર કરી રહ્યા છે. આ ઉપરાંત પાંચ કોવિડ વિજય રથ દ્વારા નિયમિત રૂપે લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવી રહયું છે.
પોરબંદર જિલ્લાના પોરબંદરના તાલુકા પંચાયત ભવન ખાતેથી તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ પરમારે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ કોરોના મહામારી સામેના આંદોલનમાં જોડાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ તમામ નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. પોરબંદર શહેરના એસટી બસ સ્ટેન્ડ પાસે, આર્ય સમાજ પાસે, જૂની કોર્ટ, સુદામાચોક, સુદામા મંદિર, મુખ્ય બજાર, નગીના મસ્જિદ, કબીર શાંતિ આશ્રમ, ગ્રામીણ અને ખેતી બેંક પાસે, ભોજેશ્વર પોસ્ટ ઓફિસ પાસે, કમલા બાગ, એમ.ડી સાયન્સ કોલેજ, અસમાવતી રિવર ફ્રન્ટ પાસે તેમજ વાડી પ્લોટ વિસ્તારમાં રથે ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

આજે રથે આણંદ જિલ્લામાં સર્કિટ હાઉસ ખાતેથી રથે પ્રસ્થાન કર્યું હતું. આણંદ તાલુકાના આજુબાજુના વિસ્તારોમાં ભ્રમણ કરીને કોરોના અંગે, પોષણના મહત્વ વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાદુના ખેલ દ્વારા જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રથ પર સવાર કલાકારોએ સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોને કોરોના જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુરથી દ્વારકા જવાના રસ્તે પહેલું ગામ કનેડી ગામથી રથે પ્રસ્થાન કર્યું હતું પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર્યું હતું. ભાટીયા ગામ, મહાદેવીયા ગામ, રણજીતપર ગામ, ચારકલા ગામ, સદગુરુ ધામ ભારતી આશ્રમ વગેરે વિસ્તારોમાં 79 કિલોમીટરનું રથે ભ્રમણ કર્યું હતું. કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા અને કોરોના સાવચેતી અંગે જાગૃત કર્યા, તેમજ લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા. આ સાથે જ લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું.

આજે કોવિડ વિજય રથને ગાંધીનગર જિલ્લા પંચાયતથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનુભાઈ સોલંકી અને અધિક જિલ્લા આરોગ્ય આધિકારી ડૉ. પીયુષ પટેલે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીનગરના જુદા-જુદા વિસ્તારો જેવા કે ગાંધીનગર સેકટર 16, સેકટર 15 ફતેપુરા, સેકટર 24 શાક માકૅટ, પેથાપુર, સેકટર 24, અક્ષરધામ મંદિર વગેરે વિસ્તારના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.

આજે રથે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામથી પ્રસ્થાન કર્યું હતું. તુંડી ગામના સરપંચ શ્રી હસમુખભાઈએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે તુંડી ગામ અને આજુબાજુના વિસ્તારોના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.

SD/GP/BT
(Release ID: 1665847)