માહિતી અને પ્રસારણ મંત્રાલય

શ્રી પ્રકાશ જાવડેકરે સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાનના ઇ-સારસંગ્રહનું અનાવરણ કર્યું

Posted On: 26 NOV 2020 6:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે બંધારણ, મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજો અંગેના લેખના ઇ-સારસંગ્રહનું અનાવરણ કર્યું.

આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે બહાર પાડવામાં આવેલ સારસંગ્રહ મૂળ દસ્તાવેજનો મહત્વપૂર્ણ ભાગ છે અને હું પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ પહેલ બદલ અભિનંદન આપવા માંગુ છું. તેમણે ઉમેર્યું હતું કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા સંકલિત સંગ્રહમાં પ્રખ્યાત હસ્તીઓ દ્વારા લખાયેલા લેખો છે અને તે સંબંધિત વિષયવસ્તુ માટે સિંગલ પોઇન્ટ સંદર્ભ પુસ્તક તરીકે કાર્ય કરશે.

મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું કે બંધારણ એ દેશનો સૌથી મોટો ધાર્મિક પાઠ છે. તેમણે ઉમેર્યું કે બંધારણ દિવસની ઉજવણીના વિચારની કલ્પના પ્રધાનમંત્રીએ કરી હતી.

શ્રી જાવડેકરે બંધારણના મહત્વને રેખાંકિત કરતાં કહ્યું કે આ અપ્રતિમ દસ્તાવેજમાં તમામ લોકોના હક સમાન રીતે સમાવિષ્ટ થયા છે અને સમાજના તમામ વર્ગને સમાન ન્યાય માટે અસ્તિત્વ પ્રણાલીમાં લાવવામાં આવ્યા છે.

આ લીંક દ્વારા પુસ્તક પઠન કરી શકાય છે:

https://static.pib.gov.in/WriteReadData/ebooklat/Flip-Book/constfiles/index.html

ઇ-સારસંગ્રહ વિશે:

ઇ-બુકમાં ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને કલાકારો સહિત જીવનના વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ દ્વારા લિખિત બત્રીસ લેખનો સમાવેશ થાય છે. મુખ્ય ફાળો આપનારાઓ પ્રસિદ્ધ લોકોમાં આનંદ મહિન્દ્રા, કે.વેણુગોપાલ, એટર્ની જનરલ અને સોનલમાન સિંહનો સમાવેશ થાય છે. કોફી ટેબલ બુક તરીકે મૂળ રૂપે આયોજિત પુસ્તક વ્યાપક પહોંચ માટે ઇ-સારસંગ્રહ તરીકે બહાર પાડવામાં આવ્યું છે. સંયોજનમાં બંધારણ હેઠળ નિર્ધારિત મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રિય અખંડિતતાને જાળવવા અને લોકોના ઉત્થાનમાં બંધારણ દ્વારા પ્રચંડ ભૂમિકા ભજવવામાં આવી છે

 

SD/GP/BT


(Release ID: 1676167)