રેલવે મંત્રાલય
ડિસેમ્બર દરમિયાન અમદાવાદની સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા
प्रविष्टि तिथि:
05 DEC 2020 8:44PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ડિસેમ્બર 2020 ના મહિનામાં, અમદાવાદ ડિવિઝન ઉપર ચાલતી કેટલીક ટ્રેનોને અસ્થાયીરૂપે એક વધારાનો કોચ આપવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:
1. ટ્રેન નંબર 02972/02971 ટ્રેન નંબર ભાવનગર - બાંદ્રા ટર્મિનસ - ભાવનગરથી 02 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2020 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
2. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર - આસનસોલ - ભાવનગર સ્પેશ્યલ ભાવનગરથી 1 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 અને આસનસોલથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
3. ટ્રેન નંબર 09115/09116 ભુજ-બાન્દ્રા ટર્મિનસ - ભુજ સ્પેશિયલ ભુજથી 01 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી અને બાંદ્રા ટર્મિનસથી 02 ડિસેમ્બર 2020 થી 01 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
4. ટ્રેન નંબર 09456/09455 ભુજ - બાન્દ્રા ટર્મિનસ - ભુજ સ્પેશિયલ ભુજથી 01 ડિસેમ્બર 2020 થી 31 ડિસેમ્બર 2020 અને બાંદ્રા ટર્મિનસથી 02 ડિસેમ્બર 2020 થી 1 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
5. ટ્રેન નંબર 09083/09084 અમદાવાદ - મુઝફ્ફરપુર - અમદાવાદ સ્પેશિયલમાં અમદાવાદથી 01 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 અને મુઝફ્ફરપુરથી 03 ડિસેમ્બર 2020 થી 02 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
6. ટ્રેન નંબર 09089/09090 અમદાવાદ - ગોરખપુર - અમદાવાદ સ્પેશિયલ અમદાવાદથી 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર, 2020 અને ગોરખપુરથી 03 ડિસેમ્બરથી 02 જાન્યુઆરી 2021 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
7. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા - પોરબંદર સ્પેશિયલ પોરબંદરથી 01 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી પોરબંદરથી અને દિલ્હી સરાઇ રોહિલાથી 03 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી વધારાનો એક સ્લીપર કોચ લગાવવામાં આવશે.
(रिलीज़ आईडी: 1678694)
आगंतुक पटल : 93