પ્રવાસન મંત્રાલય
પ્રવાસન મંત્રાલયે "દેખો અપના દેશ” અંતર્ગત "21મી સદીમાં સુભાષચંદ્ર બોઝની સાંદર્ભિકતા” વિષય પર વેબિનારનું આયોજન કર્યું
प्रविष्टि तिथि:
23 JAN 2021 3:47PM by PIB Ahmedabad
પ્રવાસન મંત્રાલય દ્વારા પોતાની "દેખો અપના દેશ” વેબિનાર શ્રેણી અંતર્ગત 22 જાન્યુઆરી 2021ના રોજ "21મી સદીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની સાંદર્ભિકતા” વિષય પર 73મા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનાર નેતાજી માટે મુક્ત પ્લેટફોર્મના પ્રવક્તા અને સંયોજક શ્રી ચંદ્રકુમાર બોઝ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી ચંદ્રકુમાર બોઝે વિવિધ સામાજિક મુદ્દાઓ પર કામ કર્યું છે અને તેઓ ભારતીય સમાજવાદી લોકશાહી મંચ (ISDF) સાથે સંકળાયેલા છે. આ સંગઠન ભારતમાં માનવ અધિકાર અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. તેઓ કોલકાતા અને લંડનમાં કાર્યરત નેતાજી સુભાષ ફાઉન્ડેશન (NSF) સાથે પણ જોડાયેલા છે. NSF એક સંશોધન સંસ્થા છે જે આઝાદ હિન્દ ફૌજ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંકળાયેલા રહસ્યોને ઉકેલવામાં જોડાયેલી છે.
23 જાન્યુઆરી, 2021ના રોજ સમગ્ર દેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. સરકારે દર વર્ષે આ દિવસને "પરાક્રમ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ વેબિનાર નેતાજીના જીવન અને ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં તેમણે આપેલા યોગદાનને અંજલી આપવા માટે યોજવામાં આવ્યો હતો. એકજૂથ અને પ્રગતીશીલ ભારત માટે નેતાજી સુભાષચંદ્ર બોઝની ફિલસુફી, વિચારધારા અને દૂરંદેશીમાં ભારતને બ્રિટિશ શાસન, શોષણ અને દમનમાં મુક્તિ અપાવવાની મુખ્ય ચિંતા અને ઉદ્દેશની સાથે સામાજિક, આર્થિક અને રાજકીય મોરચે ભારતના એકંદરે વિકાસને વેગ આપવા પર તેમણે ભાર મૂકવામાં આવ્યો હતો.
દેખો અપના દેશ વેબિનાર શ્રેણી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ સાથે ટેકનિકલ ભાગીદારીમાં રજૂ કરવામાં આવે છે. આ વેબિનારના સત્રો હવે આપેલ લિંક પર ઉપલબ્ધ છે: https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured
તેમજ, આ સત્રો ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
(रिलीज़ आईडी: 1691736)
आगंतुक पटल : 374