સંરક્ષણ મંત્રાલય
'હર કામ દેશના નામ' નલિયા ખાતે રાજ્યપાલે ભારતીય તટરક્ષક દળની પ્રશંસા કરી
Posted On:
28 JAN 2021 9:14PM by PIB Ahmedabad
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે 28 જાન્યુઆરી 2021ના રોજ કચ્છ જિલ્લામાં નલિયા ખાતે ભારતીય તટરક્ષક દળના રહેણાંક વિસ્તારમાં સભાખંડ સાથે પ્રવચન હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. સમુદ્રી ક્ષેત્ર વિશે અભ્યાસ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા અને ગુજરાત રાજ્યમાં સંવેદનશીલ દરિયાકાંઠાના સહિત સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી આ હોલ તૈયાર કરવામાં આવ્યો છે.

માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં સમુદ્રી સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તટરક્ષક દળના જવાનોની ખંત અને મક્કમ નિર્ધારની રાજ્યપાલે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે, રાજ્યપાલે જણાવ્યું હતું કે, તેમના મતાનુસાર સતત સતર્ક રહેતા તટરક્ષક દળના અજોડ શૌર્ય, ફરજ નિષ્ઠા અને સમર્પણ ભાવનાનું તેમનું ગૌરવ છે જેઓ રાષ્ટ્રની સમુદ્રી સરહદોનું રક્ષણ કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
વધુમાં, રાજ્યપાલે પ્રેક્ષકગણમાં ઉપસ્થિત ICGના અધિકારીઓ અને કર્મીઓને 01 ફેબ્રુઆરી 2021ના રોજ આવી રહેલા 45મા તટરક્ષક દળ ઉદય દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
(Release ID: 1693105)