સંરક્ષણ મંત્રાલય
ગુજરાતમાં સશસ્ત્ર દળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી
Posted On:
08 MAR 2021 9:06PM by PIB Ahmedabad
દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની થીમ 'મહિલા સશક્તિકરણ' રાખવામાં આવી હતી. બટાલિયનની 104 કેડેટ્સ અને સ્ટાફે આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, વઢવાણ ખાતેની કે.પી. ગર્લ્સ હાઇસ્કૂલની 26 ગુજરાત બટાલિયન NCCની જુનિયર વિંગ કેડેટ્સે પણ આ પ્રસંગે સમાજ માટે સંદેશ ફેલાવ્યો હતો.

(Release ID: 1703407)