સંરક્ષણ મંત્રાલય
અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા- 2021 માટે પ્રારંભિક કૉલની યાદી બહાર પાડવામાં આવી
Posted On:
04 APR 2021 12:33PM by PIB Ahmedabad
જામનગર (ગુજરાત) બાલાચડી સૈનિક શાળામાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજવામાં આવેલી અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2021ના પ્રારંભિક કૉલની યાદી શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે. પ્રારંભિક કૉલની યાદીમાં ધોરણ-અનુસાર, લિંગ-અનુસાર, શ્રેણી-અનુસાર ઉમેદવારોના રોલ નંબર ક્રમમાં રાખવામાં આવ્યા છે જેમાં પ્રત્યેક ખાલીજગ્યા માટે 3 ઉમેદવારનો રેશિયો રાખવામાં આવ્યો છે. આ ઉમેદવારોએ તબીબી પરીક્ષણ કરાવવું આવશ્યક છે.

શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોના તબીબી પરીક્ષણ પછી પ્રથમ મેરિટ યાદી મે 2021 (હંગામી ધોરણે)માં પ્રકાશિત કરવામાં આવશે.
(Release ID: 1709618)