સંરક્ષણ મંત્રાલય
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ NCC નિદેશાલયે જલિયાવાલા સ્મૃતિ દિવસ મનાવ્યો
Posted On:
13 APR 2021 5:49PM by PIB Ahmedabad
ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત NCC નિદેશાલય દ્વારા 13 એપ્રિલ 2021ના રોજ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ જલિયાવાલા બાગ સ્મૃતિ દિવસ મનાવીને સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
એકંદરે આ કાર્યક્રમના ભાગરૂપે, વિવિધ સ્થળોએ 'પ્લાસ્ટિકને ના કહો' થીમ સાથે 'પ્લોગ રન'નું આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ્સે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પ્લાસ્ટિકના ઉપયોગના કારણે પર્યાવરણ પર થતી વિપરિત અસરો અંગે લોકોમાં જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. વધુમાં, 'NCC જલિયાવાલા બાગને યાદ કરે છે' થીમ સાથે દેશભક્તિ ગીતો અને કવિતાઓનું ગાન, નુક્કડ નાટક અને જલિયાવાલા બાગ વિશે માહિતી ચર્ચા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કેડેટ્સે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાન પર પ્રકાશ પડતા સંખ્યાબંધ સંદેશા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જિલ્લા પ્રશાસને એકંદરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં સક્રિયપણે સહકાર આપ્યો હતો. જલિયાવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કેડેટ્સે કરેલા પ્રયાસની સ્થાનિક લોકોમાં વ્યાપક પ્રમાણમાં પ્રશંસા થઇ હતી.
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે કેડેટ્સના આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને બહેતર સમાજના નિર્માણ માટે લોકોમાં વિવિધ મુદ્દાઓ સતત લોકજાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવાની કેડેટ્સને સલાહ આપી હતી.
(Release ID: 1711513)
Visitor Counter : 108