રેલવે મંત્રાલય
15 અને 16 એપ્રિલના રોજ કલોલ અને ગાંધીનગર વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 4 બંધ રહેશે
प्रविष्टि तिथि:
13 APR 2021 7:16PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ ના કલોલ-ગાંધીનગર રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 04(કિમી.5/13-14) તા. 15 એપ્રિલ 2021 ને સવારે 8:00 વાગ્યે થી 16 એપ્રિલ 2021 ને રાત્રે 20:00 વાગ્યે (કુલ 2 દિવસ) સુધી સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.
માર્ગના વપરાશકર્તાઓ તે સમયગાળા દરમિયાન કલોલના ઉત્તરમાં તથા ટીંટોડા ગામની દક્ષિણમાં સ્થિત રેલ્વે ક્રોસિંગ 03 થી આવાગમન કરી શકે છે.
(रिलीज़ आईडी: 1711559)
आगंतुक पटल : 161