માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (ટેટ)ના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ 7 વર્ષથી વધારીને આજીવન કરાયો-શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’
Posted On:
03 JUN 2021 1:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ઘોષણા કરી હતી કે સરકારે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટના ક્વોલિફાઈંગ સર્ટિફિકેટનો વેલિડિટી પિરિયડ વર્ષ 2011ની પૂર્વ અસરથી 7 વર્ષથી વધારીને આજીવન કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું, એ ઉમેદવારો કે જેમની 7 વર્ષની સમયમર્યાદા અગાઉ જ પૂર્ણ થઈ ચૂકી છે તેમને ટેટ પ્રમાણપત્રો રિવેલિડેટ /નવા ઈસ્યુ કરવા માટે આવશ્યક કદમ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઉઠાવાશે.
શ્રી પોખરિયાલે કહ્યું હતું કે આનાથી શિક્ષણક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે રોજગારીની તકો વધારતું એક હકારાત્મક કદમ બની રહેશે.
ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્તિ માટે યોગ્યતા મેળવવા માટેના આવશ્યક યોગ્યતાઓમાંની એક છે. 11 ફેબ્રુઆરી, 2011ના રોજ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (એનસીટીઈ)ની માર્ગદર્શિકાઓમાં દર્શાવાયું છે કે ટેટનું આયોજન રાજ્ય સરકારો દ્વારા કરાશે અને ટેટ સર્ટિફિકેટની માન્યતા ટેટ પાસ કર્યાની તારીખથી 78 વર્ષ સુધીની રહેશે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1724059)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada