યુવા બાબતો અને રમત મંત્રાલય
યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2021 માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 28 જૂન, 2021 કરવામાં આવી
प्रविष्टि तिथि:
18 JUN 2021 5:05PM by PIB Ahmedabad
યુવા બાબતો અને ખેલ મંત્રાલય દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ્સ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર (આરકેપીપી) અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ (એમએકેએ) ટ્રોફી અંગે વર્ષ 2021 માટે 19 અને 20 મેં, 2021 દરમિયાન નોમિનેશન/અરજીઓ આમંત્રિત કરવામાં આવી હતી. આ અંગેનું નોટિફિકેશન www.yas.nic.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યું છે.
નોમિનેશન્સ પહોંચાડવાની અંતિમ તારીખ 21 જૂન, 2021થી લંબાવીને હવે 28 જૂન, 2021(સોમવાર) કરવામાં આવી છે. યોગ્યતાપ્રાપ્ત ખેલાડીઓ/કોચ/એન્ટીટીઝ/યુનિવર્સિટીઝ પાસેથી નોમિનેશન્સ/અરડીઓ એવોર્ડ માટે આમંત્રિત કરવામાં આવી છે અને તે surendra.yadav[at]nic[dot]in પર અથવા girnish.kumar[at]nic[dot]in ઈમેઈલ કરવાની રહેશે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસીએશન્સ/સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા/માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ/સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ્સ/રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો વગેરેને આ અંગે જાણ કરવામાં આવી છે. જે નોમિનેશન્સ 28 જૂન, 2021 પછી પ્રાપ્ત થશે તે વિચારણામાં લેવાશે નહીં.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1728244)
आगंतुक पटल : 297