સંરક્ષણ મંત્રાલય
INS વાલસુરા ખાતે 12મા SSC (X/IT)ની પાસિંગ આઉટ પરેડ અને વિદાય સમારંભનું આયોજન કરાયું
Posted On:
04 JUL 2021 8:45AM by PIB Ahmedabad
INS વાલસુરાના પોર્ટલ પરથી 03 જુલાઇ 2021ના રોજ 19 ઓફિસરોએ 12મા SSC (X/IT)નો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમોડોર ગૌતમ મારવાહા, VSMએ ‘પાસિંગ આઉટ પરેડ’ (POP)નું નિરીક્ષણ કર્યું હતું, જે આ ઓફિસરોએ 19 અઠવાડિયાની પ્રોફેશનલ તાલીમ પૂર્ણ કરવા પર યોજવામાં આવી હતી.

પાસિંગ આઉટ પરેડ દરમિયાન, મુખ્ય અતિથિએ શૈક્ષણિક, રમતગમત અને ઇતરપ્રવૃત્તિઓમાં પારંગતતા મેળવનારા હોંશિયાર ઓફિસરોને પુસ્તક પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સબ લેફ્ટેનન્ટ રોહિત યાદવ મેરિટ ક્રમમાં પ્રથમ સ્થાને રહ્યા હતા જ્યારે સબ લેફ્ટેનન્ટ અંકુશ સાહુએ મેરિટ ક્રમમાં દ્વિતિય સ્થાન મેળવ્યું હતું અને તેમને “શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ-ઓફિસર” તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોમોડોરે પરેડને સંબોધન પણ કર્યું હતું જેમાં તેમણે અભ્યાસક્રમ પૂરો કરનારા ઓફિસરોને તેમજ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને હંમેશા ઉચ્ચ વ્યાવસાયિક ધોરણો માટે આગળ વધવાની ઝંખના રાખવાનો અનુરોધ કર્યો હતો.

પાસિંગ આઉટ સમારંભમાં વિદાય સંબોધન સધર્ન નેવલ કમાન્ડ, હેડ ક્વાર્ટર્સના ચીફ સ્ટાફ ઓફિસર (તાલીમ) રીઅર એડમિરલ ટી.વી.એન. પ્રસન્ના, VSMએ કોચીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આપ્યું હતું. પોતાના સંબોધન દરમિયાન, એડમિરલે ઓફિસરોને લોકોના અગ્રણીઓ તરીકે ફરજ બજાવતી વખતે “ચેટવોડે મોટ્ટો” દ્વારા સ્થાપિત સિદ્ધાંતોને આત્મસાત કરવાની સલાહ આપી હતી. યુવા ઓફિસરોએ સતત આગળ વધતી ટેકનોલોજીઓથી અવગત રહેવાની જરૂર છે તેના પર એડમિરલે પ્રકાશ પાડ્યો હતો અને ભારતીય નૌસેનામાં ‘IT’ પરિવર્તન સાથે આગળ પ્રગતિ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે પણ અસરકારક રીતે તમામ તાલીમાર્થીઓને ખૂબ જ સારા વ્યાવસાયિક કૌશલ્ય અને નેતૃત્વના ગુણો સાથે સજ્જ કરવાનું કાર્ય કરનારા INS વાલસુરાના સ્ટાફની પણ એડમિરલે પ્રશંસા કરી હતી.
SD/GP/JD
(Release ID: 1732721)
Visitor Counter : 111