મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ડો. મુંજાપરા મહેન્દ્રભાઈએ મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
08 JUL 2021 5:16PM by PIB Ahmedabad
ડો. મુંજાપરા મહેન્દ્રભાઈએ આજે મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય ઉપરાંત તેમને આયુષ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો પોર્ટફોલિયો પણ સોંપવામાં આવ્યો છે. આ પ્રસંગે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. મહેન્દ્રભાઈ સાંસદ છે અને તેઓ ગુજરાતના સુરેન્દ્રનગર મતવિસ્તારથી 17મી લોકસભામાં ચૂંટાયા હતા.
મંત્રીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી જનરલ મેડિસિન એન્ડ થેરાપુટિક્સમાં MD કર્યુ છે અને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી એ પહેલા ડો. મહેન્દ્રભાઈની ગુજરાતમાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે તથા મેડિસિનના પ્રોફેસર તરીકેની ઉજ્જવળ કારકિર્દી પણ રહી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1733755)
आगंतुक पटल : 254