સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત
प्रविष्टि तिथि:
14 JUL 2021 12:43PM by PIB Ahmedabad
પોસ્ટલ પેન્શનરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, અમદાવાદ, શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ-380009 ખાતે તારીખ 23-07-2021ના રોજ સવારે 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
આવી ફરિયાદો 20-07-2021 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 20-07-2021 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદીત રહેશે.
વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા “ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ”ની સેવા આઈપીપીબીના સહકારથી દરેક પેન્શનરોને ડિજિડટલી “જીવન પ્રમાણપત્ર” ઘરે બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆત થી પેન્શનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહિ.
વધુમા ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડમાં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
SD/GP
(रिलीज़ आईडी: 1735318)
आगंतुक पटल : 205