ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

કઠોળ પર લગાવેલી સ્ટોક લિમિટ તથા મીડિયા/સોશિયલ મીડિયાના કેટલાક હિસ્સામાં અપાતી ખોટી જાણકારી મામલે સ્પષ્ટીકરણ

प्रविष्टि तिथि: 15 JUL 2021 11:50AM by PIB Ahmedabad

વ્હોટ્સએપ પર એક મેસેજ સર્ક્યુલેટ થઈ રહ્યો છે કે કઠોળ પર સ્ટોક લિમિટ હટાવી દેવાઈ છે. આ મામલે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે તા. 02.07.2021ના આદેશ દ્વારા કઠોળ પર લગાવાયેલી સ્ટોક લિમિટ હટાવાઈ નથી અને લાગુ કરવામાં આવી રહી છે. સરકાર રાજ્યો દ્વારા આ આદેશોના કાર્યાન્વયન પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે રાજ્યોની સાથે આ જાણકારી પણ શેર કરી છે કે શું ગ્રાહક મામલાઓનાં વિભાગ દ્વારા વિકસિત પોર્ટલ પર સ્ટોકિસ્ટ દ્વારા ઘોષિત સ્ટોક તથા કઠોળના સ્ટોક બેંક પાસેથી લેવાયેલ લોન કે આયાતકારો દ્વારા આયાત કરાયેલ જથ્થા વચ્ચે તાળો મળતો નથી. રાજ્યોને સ્ટોક લિમિટનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ આકરા પગલા ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1735829) आगंतुक पटल : 316
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Telugu , Kannada , Malayalam