મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

લોકસભામાં રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત પુછાયેલ તારાંકિત પ્રશ્નનો જવાબ

Posted On: 23 JUL 2021 5:31PM by PIB Ahmedabad

સવાલ

 

શ્રીમતી પૂનમબેન માડમ:

શું મહિલા અને બાળ વિકાસ મંત્રી જણાવશો કે:

 

  1. રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ભંડોળ સહિત ગુજરાતને ફાળવવામાં/આપવામાં આવેલા ભંડોળની રકમ;
  2. ગુજરાત રાજ્ય એ સરકારને રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત સંતુલિત ભોજનની જોગવાઇ સંબંધિત કોઇપણ પ્રસ્તાવ મોકલ્યો છે કે નહીં;
  3. જો હોય તો, તેની વિગતો; અને
  4. આ પ્રસ્તાવ પર આજદિન સુધીમાં લેવામાં આવેલા પગલાંની વિગતો?

 

 

જવાબ

 

મહિલા અને બાળ વિકાસ મંત્રી

(શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની)

 

  1. પોષણ અભિયાન (અગાઉ રાષ્ટ્રીય પોષણ મિશન) અંતર્ગત છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યને કુલ રૂ. 29976.16 લાખની રકમ આપવામાં આવી છે. ત્રણ વર્ષ દરમિયાન પોષણ અભિયાન (રાષ્ટ્રીય પોષણ મિશન) અંતર્ગત ગુજરાત રાજ્યને આપવામાં આવેલા અને ઉપયોગમાં લેવામાં આવેલા ભંડોળની વિગતો પરિશિષ્ટ Iમાં આપેલી છે.

 

        આ ઉપરાંત, આંગણવાડી સેવાઓ, યોજના અંતર્ગત રૂ. 99395.5 લાખ પૂરક પોષણ કાર્યક્રમ અને રૂ. 89389.74 લાખ ICDS (સામાન્ય) માટે ગુજરાત રાજ્યને છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન આપવામાં આવ્યા છે. આંગણવાડી સેવાઓ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આપવામાં આવેલા અને ઉપયોગમાં લેવામાં આવેલા ભંડોળની વિગતો પરિશિષ્ટ IIમાં આપેલી છે.

 

(b) થી (d) પોષણ અભિયાન (રાષ્ટ્રીય પોષણ મિશન) અંતર્ગત સંતુલિત ભોજનની જોગવાઇ સંબંધિત આવો કોઇ જ પ્રસ્તાવ ગુજરાત રાજ્ય તરફથી મંત્રાલયને પ્રાપ્ત થયો નથી.

 

પરિશિષ્ટ I

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યને આપવામાં આવેલા અને ઉપયોગમાં લેવામાં આવેલા ભંડોળની વિગતો

રૂપિયા લાખમાં

રાજ્ય

નાણાકીય વર્ષ 2017 – 18 માં આપેલ +  ISSNIPનું બેલન્સ

નાણાકીય વર્ષ

2018-19

નાણાકીય વર્ષ 2019-20  માં આપેલ

નાણાકીય વર્ષ 2020-21  માં આપેલ

કુલ આપેલું કેન્દ્રનું ભંડોળ

 

 

કુલ ઉપયોગમાં લેવાયેલું કેન્દ્રનું ભંડોળ

ગુજરાત

3036.66

11228.03

14863.00

0.00*

29127.69

21769.01

 

*નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, 01.04.2020ના રોજ ગુજરાત રાજ્ય પાસે રૂ. 14779.16 લાખની રકમની ઉપલબ્ધતાના કારણે કાર્યક્રમના હસ્તક્ષેપ માટે ભંડોળ આપવામાં આવ્યું નથી. જોકે, નાણાકીય વર્ષ 2020-21માં AWW અને AWH માટે રૂ. 848.46 લાખ આપવામાં આવ્યા છે. આથી, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત આપવામાં આવેલી કુલ રકમ રૂ. 29976.16 લાખ છે.

 

પરિશિષ્ટ II

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આંગણવાડી સેવાઓ અંતર્ગત ગુજરાત રાજ્યને આપવામાં આવેલા અને ઉપયોગમાં લેવામાં આવેલા ભંડોળની વિગતો

 

(રૂપિયા લાખમાં)

અનુક્રમ નંબર

F.Y

 

આંગણવાડી સેવાઓ અંતર્ગત ગુજરાતને આપવામાં આવેલું ભંડોળ

SNP

ICDS (સામાન્ય)

APIP માન્ય

આપેલું ભંડોળ

ઉપયોગમાં લીધું ભંડોળ

APIP

માન્ય

આપેલું ભંડોળ

ઉપયોગમાં લીધેલું ભંડોળ

1

2018-19

32535.82

32051.56

23392.34

25716.23

29206.40

32295.14

2

2019-20

35789.40

33671.97

40542.46

32581.23

32422.06

30313.82

3

2020-21

39368.34

33671.97

61059.19

32465.82

27761.28

47512.12

કુલ

107693.56

99395.5

124993.99

90763.28

89389.74

110121.08

APIP- વાર્ષિક કાર્યક્રમ અમલીકરણ યોજના

SNP- પૂરક પોષણ કાર્યક્રમ

 

 


(Release ID: 1738221)