માહિતી અને પ્રસારણ મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        જન ભાગીદારીની ભાવના હેઠળ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી
                    
                    
                        
ડીડી અને ઓલ ઇન્ડિયા રેડિયો નેટવર્ક પર દિવસ દરમિયાન વિશેષ સ્વતંત્રતા દિવસનું કવરેજ
ઓલ ઇન્ડિયા રેડિયોનું “આઝાદી કા સફર આકાશવાણી કે સાથ” 16 ઓગસ્ટથી પ્રસારિત થશે
ડીડી ન્યૂઝ પર વિશેષ ક્ષેત્રીય કાર્યક્રમો
ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ભારતીય દેશભક્તિની ફિલ્મોનું પ્રદર્શન
                    
                
                
                    Posted On:
                13 AUG 2021 3:00PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ માટે વ્યાપક ભાગીદારી અને જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે, ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષોની ઉજવણી માટે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે "જનભાગીદારી અને જન આંદોલન" ની એકંદર ભાવના હેઠળ મહોત્સવની ઉજવણી માટે શ્રેણીબદ્ધ નવીન કાર્યક્રમો તૈયાર કર્યા છે. જેનો ઉદ્દેશ નવા ભારત તરફની યાત્રામાં બલિદાન અને દેશભક્તિની ભાવનાને યાદ કરવામાં લોકોની ભાગીદારીને સુનિશ્ચિત કરવાનો છે. મીડિયા એકમોએ દેશભરમાં વિવિધ પદ્ધતિઓ અને માધ્યમો દ્વારા સહક્રિયાત્મક કાર્યક્રમોની શ્રેણીની રૂપરેખા તૈયાર કરી છે.
સહક્રિયાત્મક કાર્યક્રમોનું એક મહત્વનું પાસું એ છે કે સ્વાતંત્ર્ય સંગ્રામના 'અનસંગ હીરો' સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવું. ઓલ ઇન્ડિયા રેડિયો 16 ઓગસ્ટ, 2021થી રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક ચેનલો પર એક અનોખો નવીન કાર્યક્રમ “આઝાદી કા સફર આકાશવાણી કે સાથ” શરૂ કરશે. પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ પર આધારિત પાંચ મિનિટની દૈનિક કેપ્સ્યુલ અને તે દિવસની મુખ્ય ઐતિહાસિક અને રાજકીય ઘટનાઓની માહિતી સવારે 8:20 (હિન્દી) અને 8:50 (અંગ્રેજી) વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. જનભાગીદારીની ભાવનાને આગળ ધપાવતા આકાશવાણી 16 ઓગસ્ટ, 2021થી ‘રાષ્ટ્રીય અને પ્રાદેશિક અમૃત મહોત્સવ થીમ ક્વિઝ’નું પણ આયોજન કરી રહી છે (હિન્દી: સવારે 8 થી 8:30 અને અંગ્રેજી: સવારે 8:30 થી 9).
16 ઓગસ્ટ, 2021થી શરૂ કરીને ડીડી નેટવર્ક દૈનિક પાંચ મિનિટની કેપ્સ્યુલ પ્રસારિત કરશે જે તે દિવસની મુખ્ય ઐતિહાસિક અને રાજકીય ઘટનાઓની માહિતી આપશે. કાર્યક્રમનું પ્રસારણ દરરોજ સવારે 8:55 વાગ્યે ડીડી ન્યૂઝ અને સવારે 8:30 વાગ્યે ડીડી ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. દૂરદર્શને ફિલ્મોનો સમૂહ સેટ તૈયાર કર્યો છે જે દેશભક્તિ અને બલિદાનની ભાવનાને ઉજાગર કરે છે. હિન્દુસ્તાન કી કસમ અને તિરંગા જેવી ફિલ્મો 15 ઓગસ્ટ, 2021ના રોજ પ્રદર્શિત થશે. સ્ટાર્ટ-અપ્સ, ડિફેન્સ, સ્પેસ અને લેન્ડમાર્ક લેજિસ્લેશન જેવા વિષયો પર ક્ષેત્રીય કાર્યક્રમોની વિશેષ શ્રેણીનું પણ પ્રસારણ શરૂ થયું છે. ડીડી સ્વતંત્રતા દિવસ માટે વિશેષ કવરેજ માટે એક આખો દિવસ સમર્પિત કરશે, જેમાં મહત્વના પ્રસંગને ચિહ્નિત કરવા માટે વિશેષ શો સહિત લાલ કિલ્લા પરથી જીવંત પ્રસારણનો સમાવેશ થાય છે.
NFDC 15થી 17 ઓગસ્ટ, 2021 સુધી તેના OTT પ્લેટફોર્મ www.cinemasofindia.com પર ગાંધી, મેકિંગ ઓફ મહાત્મા, ઘરે બેરે જેવી આઇકોનિક ફિલ્મોનું સ્ટ્રીમિંગ કરશે. આ જ સમયગાળા દરમિયાન  ફિલ્મ્સ વિભાગ સ્વતંત્રતા સેનાનીઓ અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પર ફિલ્મો દર્શાવતા ત્રણ દિવસીય ફિલ્મ મહોત્સવ સાથે આ પ્રસંગની ઉજવણી પણ કરશે. આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન દેશભરની સંસ્થાઓ સાથે સંકલન કરીને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે કરવામાં આવશે.
મંત્રાલયનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામના વિવિધ પાસાઓ પર માહિતીપ્રદ AV સામગ્રી દ્વારા લોકો સુધી પહોંચી રહ્યું છે. યુવાનો અને બાળકોને જોડવા માટે, તે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ તરફથી વિવિધ થીમ પર વીડિયો પણ આમંત્રિત કરી રહી છે જે તેના પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે.
 
SD/GP/BT
 
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
 
                
                
                
                
                
                (Release ID: 1745424)
                Visitor Counter : 546
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam