પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓનો એમની 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે આભાર માન્યો
Posted On:
15 AUG 2021 9:34PM by PIB Ahmedabad
75મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વના નેતાઓનો એમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે.
ભૂટાનના પ્રધાનમંત્રી દ્વારા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું;
“ સ્વાતંત્ર્ય દિનની આપની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર, Lyonchhen @PMBhutan. ભૂટાન સાથે આપણે મિત્રતાના અનોખાં અને વિશ્વાસુ સંબંધો ધરાવીએ છીએ એને તમામ ભારતીયો મહત્વ આપે છે.”
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી સ્કૉટ મૉરિસન દ્વારા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપની માયાળુ શુભેચ્છાઓ માટે આભાર, મારા મિત્ર @ScottMorrisonMP. ભારત પણ સહિયારા મૂલ્યો અને લોકોથી લોકો સાથેની તંદુરસ્ત કડીઓ પર આધારિત, ઑસ્ટ્રેલિયા સાથે વધતી જતી ગુંજતી ભાગીદારીનો હ્રદયથી સ્વીકાર કરે છે.”
શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી મહિન્દ રાજપક્ષે દ્વારા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું;
“હું પ્રધાનમંત્રી શ્રી મહિન્દ રાજપક્ષનો એમની ઉષ્માભરી શુભેચ્છાઓ માટે આભાર માનું છું. ભારત અને શ્રીલંકા હજાર વર્ષ જૂના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સભ્યતાનાં જોડાણ ધરાવે છે જે આપણી વિશેષ મિત્રતાને આધાર પૂરો પાડે છે, @PresRajapaksa”
પ્રધાનમંત્રી શ્રી શેર બહાદુર દેઉવા દ્વારા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું પ્રધાનમંત્રી શ્રી શેર બહાદુર દેઉવાનો એમની શુભેચ્છાઓ અને શુભકામનાઓ બદલ આભાર માનું છું. ભારત અને નેપાળનાં લોકો આપણા સાંસ્કૃતિક, ભાષાકીય. ધાર્મિક અને પારિવારિક સહિયારાં જોડાણો દ્વારા સાથે જોડાયેલાં છે. @SherBDeuba”
માલદીવ્સના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહંમદ સોલિહ દ્વારા એક ટ્વીટના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું રાષ્ટ્રપતિ @ibusolihનો એમની શુભેચ્છાઓ માટે આભાર માનું છું. માલદીવ્સ અમારું મહત્વનું દરિયાઇ પડોશી છે અને સલામત, નિર્ભય, સમાવેશી અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક પ્રદેશની સહિયારી દ્રષ્ટિને આગળ વધારવામાં અમારું ભાગીદાર છે.”
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે દ્વારા કરાયેલા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું રાષ્ટ્રપતિ @GotabayaRનો એમની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કરું છું, અને તમામ ક્ષેત્રોમાં ભારત-શ્રીલંકા સહકાર વધારે મજબૂત કરવા માટે એમની સાથે ભેગા મળી કાર્ય કરવા આશાવાદી છું.”
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ દ્વારા કરાયેલા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આભાર પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથ! ભારત અને મોરેશિયસ વચ્ચે લોકોથી લોકો વચ્ચેની સદીઓ જૂની કડીઓને લીધે આપણે બેઉ દેશો સમાન હાર્દ મૂલ્યો અને પરંપરાઓ ધરાવીએ છીએ. આ આપણી બહુ વિશેષ મિત્રતા માટેનો આધાર પૂરો પાડે છે. @JugnauthKumar”
ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી નાફ્તાલી બેનેટ દ્વારા કરાયેલા એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ માટે આભાર, યોર એક્સેલન્સી પ્રધાનમંત્રી @naftalibennett. આપણી સરકારો અને લોકો વચ્ચેના બંધનને મજબૂત કરવા માટે સાથે મળી કાર્ય કરવા અને ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો સુદ્દઢ કરવા હું આશાવાદી છું.”
SD/GP/JD
(Release ID: 1746219)
Read this release in:
Marathi
,
Malayalam
,
Tamil
,
Kannada
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Punjabi
,
Telugu