માહિતી અને પ્રસારણ મંત્રાલય
નવસારીનાં ઇટાળવા ખાતે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા યોજાઇ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0
સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાવર્ગ થયો સંકલ્પબદ્ધ
Posted On:
26 AUG 2021 3:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા નવસારીનાં ઇટાળવા ગામ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નું આયોજન કરવામાં આવ્યું. ફ્રીડમ રનનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. યોગેશ પટેલના હસ્તે લીલીઝંડી આપી કરવામાં આવ્યું હતું. ફ્રીડમ રનમાં બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ, નેહરુ યુવા કેન્દ્રના વોલેન્ટીયર્સ, સ્થાનિક લોકો તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો તેમજ સૌ કોઈ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

આઝાદ ભારત સ્વસ્થ ભારત અને સશક્ત ભારત બને તે માટે દેશમાં સૌ કોઈએ પોતાની તંદુરસ્તી પર ધ્યાન અવશ્ય આપવું પડશે. દેશમાં ચાલી રહેલા ફિટ ઇન્ડિયા અભિયાનનો ભાગ બનવા અને આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવા માટે દેશભરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 નું વિવિધ સ્થળોએ આયોજન થઈ રહ્યું છે જેનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવાની સાથે લોકોને તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવાનો પણ છે. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ ફ્રીડમ રન 2.0 કાર્યક્રમ વખતે આ વાત જણાવી હતી.
(Release ID: 1749229)
Visitor Counter : 190