માહિતી અને પ્રસારણ મંત્રાલય
રાષ્ટ્રભાવનાનું પુનઃનિર્માણ કરી મનાવીયે આઝાદીનો અમૃત મહોત્સવ
ફિલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુર દ્વારા વેબિનાર યોજાયો
Posted On:
29 AUG 2021 7:46PM by PIB Ahmedabad
દરેક દેશવાસીઓમાં દેશભક્તિની જ્યોત પ્રગટે તે માટે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આવો આપણે સૌ આઝાદીની એ લડાઇ અને તે લડાઇ લડનારા આઝાદીના લડવૈયાઓની બલીદાનને યાદ કરી આપણા સૌમાં જાણેઅજાણે ભુલાઈ રહેલી રાષ્ટ્રભાવનાને ફરી બેઠી કરીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત વેબિનારમાં આ સંદેશ આપ્યો હતો સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ બ્યુરો,પાલનપુર દ્વારા રાષ્ટ્રભાવનાનું પુનઃનિર્માણ વિષયને લઇને ડીઝીટલ પ્લેટફોર્મ પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેબિનારમાં ગાંધીનગરના સુઘડ ખાતેની એન્વાયરમેન્ટલ સેનિટેશન ઇન્સ્ટિટ્યુટના માસ્ટર ટ્રેનર શ્રી દેવેન્દ્રભાઇ પારેખે વક્તવ્ય આપતાં જણાવ્યું કે દેશના ગૌરવને આગળ વધારવાની આપણા સૌની જવાબદારી છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ 75 એવા કામ વિચારીએ કે જેના દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં આપણો ફાળો આપી શકાય. આપણે સૌ ક્ષમતાવર્ધનની દિશામાં આગળ વધીએ અને જેના દ્વારા આત્મનિર્ભર બનીએ. દેશ માટે હું શું કરી શકું? એ હંમેશા વિચારતા રહીએ અને દેશહીતના કામો કરવામાં ક્યારેય પીછેહટ ન કરીયે તે જ સાચી દેશ ભક્તિ છે. જાંબુઘોડાની સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મહેશ ચૌધરીએ રાષ્ટ્રભાવનાના ખરા સંસ્કાર તો ગર્ભ સંસ્કારથી જ શરુ કરી દેવાની વાત કહેતાં સૌ કોઇને પોતાનામાં ધરબાઇ ગયેલી રાષ્ટ્રભાવનાને ફરી જાગૃત કરવાની અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે પ્રત્યેક દેશવાસીમાં રાષ્ટ્રભાવનાની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે શિક્ષણ અને કેળવણી તરફ વધુ ધ્યાન આપવું પડશે. આપણને સૌને આપણા ઇતિહાસને જાણતા રહેવું પણ જરુરી છે. કેમકે ઇતિહાસમાં જ વર્તમાનની સમસ્યાઓના હલ પણ છુપાયેલા જોવા મળતા હોય છે. વધુમાં તેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના આદિવાસીઓ દ્વારા લડવામાં આવેલી લડતો અને આદિવાસીઓએ આપેલા બલીદાનોની વાત પણ રજુ કરી હતી. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, પાલનપુરના અધિકારી શ્રી જે.ડી.ચૌધરીએ વેબિનારનું સંચાલન કરવાની સાથે દેશભરમાં થઇ રહેલ આઝાદીના અમૃત મહોત્સવની જાણકારી પુરી પાડી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1750244)