નાણા મંત્રાલય
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વેપાર રાજ્ય મંત્રી મહામહિમ ડૉ. થાની બિન અહમદ અલ ઝૈઉદીએ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી
Posted On:
23 SEP 2021 3:35PM by PIB Ahmedabad
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વેપાર રાજ્ય મંત્રી મહામહિમ ડૉ. થાની બિન અહમદ અલ ઝૈઉદીએ આજે અહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત-યુએઈ વચ્ચે મજબૂત આર્થિક અને વ્યાપારી જોડાણ અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી જે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવી રહી છે.

મહામહિમ ડૉ. થાની બિન અહમદ અલ ઝૈઉદી અને યુએઈનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ વર્તમાન વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તૃત કરવા સહિત દ્વિપક્ષીય આર્થિક સંબંધો સુધારવાના હેતુથી વાતચીત કરવા નવી દિલ્હીમાં છે. વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય મુલાકાતોનું નિયમિત વિનિમય બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતાને દર્શાવે છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1757279)