યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે લેહ, લદ્દાખ ખાતે 'અલ્ટીમેટ લદાખ સાયક્લિંગ ચેલેન્જ'ની બીજી આવૃત્તિને લીલી ઝંડી બતાવી
મંત્રીએ કહ્યું, ચાલો સાયકલ ચલાવીએ, ફિટ રહીએ, ચાલો ભારતને ફિટ રાખીએ
प्रविष्टि तिथि:
25 SEP 2021 11:13AM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 'આઝાદી કા અમૃત મોહત્સવ' અને 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ'ના ભાગરૂપે, આજે સાયક્લિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સંકલનમાં લદ્દાખ પોલીસ દ્વારા આયોજિત અલ્ટીમેટ લદાખ સાયક્લિંગ ચેલેન્જની બીજી આવૃત્તિને લીલી ઝંડી બતાવી.
મંત્રીએ સાયક્લિંગ ચેલેન્જને લીલી ઝંડી બતાવતાં કહ્યું કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પાછળની પ્રેરણા, જેમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલ્પના કરી છે, તેમ ભારતના લોકોમાં ફિટનેસ ચેતનાને ઉત્તેજીત કરવાની છે. મંત્રીએ કહ્યું કે દરિયાની સપાટીથી 11000 ફૂટની ઉંચાઈ પર સાયક્લિંગ સ્પર્ધામાં ભાગ લેતા લદ્દાખના યુવાનોનો ઉત્સાહ જોઈને તેઓ આનંદ અનુભવી રહ્યા છે. મંત્રીએ સાયક્લિંગ સ્પર્ધાને પ્રોત્સાહન આપીને ફિટ ઇન્ડિયા અભિયાનમાં યોગદાન આપવા બદલ લદ્દાખના યુવાનોને બિરદાવ્યા હતા.
ફિટ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા યુવાનોની ભૂમિકા પર ભાર મૂકતા શ્રી ઠાકુરે કહ્યું કે 'ચાલો સાયકલ ચલાવીએ, ફિટ રહીએ, ચાલો ભારતને ફિટ રાખીએ. જો યુવાનો ફિટ, તો ભારત ફિટ.'
મંત્રીએ સાંસદ શ્રી જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલ અને સીઈસી, તાશી ગ્યાલસન સાથે સાયક્લિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.


SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1757977)
आगंतुक पटल : 290