રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

યાત્રી સેવા સમિતિ દ્વારા ગાંધીનગર, વડનગર અને મહેસાણા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ

Posted On: 01 OCT 2021 8:43PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડ, નવી દિલ્હીની યાત્રી સેવા સમિતિ ચેરમેન શ્રી રમેશચંદ્ર રત્નના નિર્દેશ પર ટીમના સભ્યો દ્વારા તા.30 સપ્ટોમ્બરના રોજ વિશ્વસ્તરીય ગાંધીનગર કેપિટલ સ્ટેશનનું રેલવે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર કેપિટલ સ્ટેશનને એક સુખદ અનુભવ માટે આધુનિક એરપોર્ટ જેવી સુવિધાઓ સાથે વિકસિત કરવામાં આવેલ છે.ભૂ-ભાગ વાળા ક્ષેશ્રથી ઘેરાયેલા અલગ એન્ટ્રી અને એક્ઝીટ છે. 300 થી વધુ વાહનો માટે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.એક આંતર - ધાર્મિક પ્રાર્થના હોલ, એલઈડી વોલ ડિસ્પ્લે લોન્જ સાથે એક આર્ટ ગેલેરી, બેબી ફીડિંગ રૂમ, સેન્ટ્રલાઈઝ્ડ એસી વેઈટિંગ રૂમ, પૂરતી જગ્યા સાથેનું ટિકિટ સુવિધા સાથે ડબલ હાઈટ એન્ટ્રી લોબી વગેરે છે.તેને દિવ્યાંગ ફ્રેન્ડલી સ્ટેશન બનાવવા માટે ખાસ કાળજી લેવામાં આવી છે, માટે એક ખાસ ટિકિટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ, ડેડિકેટેડ પાર્કિંગ જગ્યા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાત્રી સેવા સમિતિ દ્વારા આજે વડનગર અને મહેસાણા રેલવે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું, નિરીક્ષણ દરમિયાન સમિતિના અધ્યક્ષ શ્રી રત્ના દ્વારા તેમના અન્ય સભ્યો સાથે વડનગર અને મહેસાણા સ્ટેશનોની યાત્રી સુવિધાઓની નોંધ લીધી હતી.અને દરમિયાન, કેટરિંગ સ્ટોલ પર જનતા ભોજનની ગુણવત્તા પર પ્રસન્નતા વ્યક્ત કરતા રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા હેઠળ થઈ રહેલા કામની પ્રશંસા કરી હતી, સાથે, તેમણે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ બેન્ચ મુકવાની વાત પર ભાર મૂક્યો હતો અને ફૂડ પ્લાઝા સહિત તમામ સ્ટોલનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. અને સારા કાર્ય માટે મહેસાણા અને વડનગર સ્ટેશનોને યાત્રી સેવા સમિતિ દ્વારા 10 હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નિરીક્ષણ દરમિયાન શ્રી રત્ન સાથે માનનીય સભ્યો શ્રી કિશોર શાનબાગ, શ્રી યતિન્દ્ર સિંહ, શ્રી સંજીવ નારાયણ દેસાઈ, ડો.ગુલાબ સિંહ કટારિયા, શ્રીમતિ બબિતા પરમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનંત કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી પરિમલ શિંદે, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી રવિન્દ્ર શ્રીવાસ્તવ, ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર ગુપ્તા, આસિસ્ટન્ટ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ ત્રિપાઠી, આસિસ્ટન્ટ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી ગૌરવ જૈન સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD


(Release ID: 1760134) Visitor Counter : 184