યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન અને એનએસએસ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયુ


1થી 31 ઓક્ટોબર સુધી સમાજના વિવિધ ક્ષેત્રોને સાંકળી લઈને સ્વચ્છ ભારત અભિયાન માટે કાર્યો હાથ ધરાશે

શહેર, જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ રહેતા દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં સાર્થક બનાવે એ જ આપણું કર્તવ્ય છેઃ મનીષાબેન શાહ, ડાયરેક્ટર, નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન

Posted On: 02 OCT 2021 6:10PM by PIB Ahmedabad

ગાંધીનગર, તા. 2/10/2021

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2.0નો પ્રારંભ કરાયો હતો. જેના અનુસંધાને ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છ ભારત કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો. અભિયાનમાં હવે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન તથા એનએસએસ દ્વારા પણ સામેલ થઈને કાર્યને આગળ વધારવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત તા. 1/10/2021થી 1/10/2021 સુધી એમ એક મહિના સુધી નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન અને એનએસએસ દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.

અંગે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ડાયરેક્ટર મનીષાબેન શાહે જણાવ્યું હતું કે શહેર, જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ રહેતા દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં સાર્થક બનાવે આપણું કર્તવ્ય છે.

નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના રાષ્ટ્રીય સ્વયંસેવકોને દરમિયાન સ્વચ્છ ભારતના સ્ટીકર તેમજ કચરા એકત્રીકરણની બેગ પણ એનાયત કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત અભિયાનમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના યુવાનો જોડાઈ રહ્યા છે એટલું નહીં પરંતુ અભિયાનમાં યુવા મંડળો સાથે મહિલા મંડળો, એનજીઓ તથા તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાજના દરેક વર્ગો અને દરેક ક્ષેત્રને જોડવામાં આવી રહ્યા છે. જેના અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અને એનએસએસ દ્વારા કચરો ઉઠાવતા દોડનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત કોર્પોરેટ, ધાર્મિક સંગઠનો, રમતવીરો, રેલવે કર્મચારીઓ, શિક્ષકો, પોલીસ તેમજ મીડિયાકર્મીઓ પણ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનમાં ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો દેશભરમાંથી નિકાલ કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. જેના માટે દેશભરના 744 જિલ્લાઓના 2.50 લાખ ગામડાંમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન સાથે સંકળાયેલ યુથ ક્લબ્સ કાર્યરત રહેશે. ગુજરાતમાં એન.વાય.કે.ના 50,000 અને એન.એસ.એસ.ના 90,000 ઉપરાંત વોલન્ટિયર્સને જોડી, જન ભાગીદારી દ્વારા લોકોમાં સ્વચ્છ ભારત માટેની જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય રીતે હાથ ધરવામાં આવ્યું છે.

એક મહિનો ચાલનારા અભિયાનમાં ઘરે ઘરે જઈને કચરો એકત્ર કરવો, ગામોનું સૌંદર્યીકરણ, ઐતિહાસિક સ્મારકોની સ્વચ્છતા તથા સૌંદર્યીકરણ તેમજ સાથે હેરિટેજ સાઈટ્સ, કમ્યુનિટી સેન્ટર્સ, યુથ ક્લબ્સ, મહિલા મંડળ બિલ્ડિંગ્સ, સ્કૂલો, પંચાયત બિલ્ડિંગ્સ વગેરેમાં પણ સ્વચ્છતા માટેના કાર્યો હાથ ધરાશે. સાથે સ્વયંસેવકો દ્વારા કાર્ય શિબિરોનું આયોજન પણ સંદર્ભમાં થશે તેમજ જળસ્ત્રોતો આસપાસ પણ સ્વચ્છતા જાળવણીના કાર્યો હાથ ધરાશે.

સ્વચ્છ ભારત અભિયાન અંગે એક મહિનો ચાલનારા કાર્યક્રમો વિશે યોજાયેલી પત્રકાર પરિષદમાં નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના ડાયરેક્ટર શ્રીમતી મનીષાબેન શાહઉપરાંત એનએસએસના ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાય તેમજ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતી સરિતા દલાલ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1760388)