પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેવીઆઈસીના વિશ્વના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજની પ્રશંસા કરી
તહેવારોની મોસમમાં ખાદી અને હસ્તશિલ્પના ઉત્પાદનો માટે અપીલ કરી
प्रविष्टि तिथि:
03 OCT 2021 5:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ તરીકે લેહ, લડાખમાં પ્રદર્શિત દુનિયાના સૌથી વિશાળ ખાદીના રાષ્ટ્રીય ધ્વજ (225 ફૂટની ઊંચાઈ અને 150 ફૂટની પહોળાઈ પર)ની ખાદી ગ્રામોદ્યોગ આયોગની પહેલ માટે પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ
“આ સન્માનિત બાપુને એક અનોખી શ્રદ્ધાંજલિ છે, જેમનું ખાદી પ્રત્યેનું ઝનૂન વ્યાપક રીતે જાણીતું હતું.
આ તહેવારની મોસમમાં, ખાદી અને હસ્તશિલ્પ ઉત્પાદનોને પોતાના જીવનનો હિસ્સો બનાવવા માટે વિચારો અને આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને મજબૂત કરો.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1760630)
आगंतुक पटल : 362
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam