પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અભિનેતા શ્રી ઘનશ્યામ નાયક અને શ્રી અરવિંદ ત્રિવેદીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
06 OCT 2021 10:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા શ્રી ઘનશ્યામ નાયક અને શ્રી અરવિંદ ત્રિવેદીના અવસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"છેલ્લા કેટલાક દિવસોમાં આપણે બે પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે જેમણે તેમની કૃતિઓ દ્વારા લોકોનું દિલ જીતી લીધું. શ્રી ઘનશ્યામ નાયકને તેમની બહુમુખી ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે. તેઓ અત્યંત દયાળુ અને નમ્ર પણ હતા.
આપણે શ્રી અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જેઓ માત્ર એક અસાધારણ અભિનેતા જ નહોતા પણ જનસેવા માટે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ સુધી તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. બંને કલાકારોના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1761322)
મુલાકાતી સંખ્યા : 300
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam