સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
મહામારીના સમયમાં મોબાઈલ આધારિત સાયબર ગુનાઓને ડામવા દૂરસંચાર વિભાગ, ગુજરાત LSA દ્વારા ખાસ અભિયાન
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત લોકોને સાયબર ગુનાઓ સામે જાગૃત કરવા DoT ગુજરાત LSAની ઝૂંબેશ
प्रविष्टि तिथि:
13 OCT 2021 8:24PM by PIB Ahmedabad
તાજેતરના ભૂતકાળમાં, ખાસ કરીને કોરોના મહામારીના સમયમાં, મોબાઇલ આધારિત સાયબર ગુનાઓ વધી રહ્યા છે. આ મુદ્દે પહેલ તરીકે, દૂરસંચાર વિભાગ (DOT) ગુજરાત LSA દ્વારા છેલ્લા એક મહિનામાં તમામ ટેલિકોમ સેવાઓ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમI ટેલિકોમ ઓપરેટર (TSPs) એટલે કે BSNL, Airtel, Vodafone Idea અને Jio, ફરી એકવાર તેમના બધા ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર્સ, પોઇન્ટ ઓફ સેલ્સ (PoS) વગેરેને શિક્ષિત અને સંવેદનશીલ બનાવી રહ્યા છે. જેમાં અગાઉથી જ સક્રિય સિમનું વેચાણ, બનાવટી આઈડી પર કાર્ડ્સ અને / અથવા સિમ કાર્ડનું વેચાણ ફરીથી ન કરવામાં આવે તેની તાકિદ કરવામાં આવી. આવા કોઈપણ ઉલ્લંઘન સામે, ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટર્સ, રિટેલર્સ, PoS પોઇન્ટ ઓફ સેલ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી શકે છે. આઉટસ્ટેશન સબ્સ્ક્રાઇબર્સને સિમ આપતી વખતે, તમામ વર્તમાન DoT સૂચનાઓનું સખત રીતે પાલન કરવાની જરૂર છે.

આ વિશેષ ડ્રાઇવમાં હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો નીચે મુજબ હતીઃ
1. આ મુદ્દે તમામ રજિસ્ટર્ડ PoSને અવેરનેસ SMS.
2. TSPs ના તમામ એક્ટિવેશન અધિકારીઓ સાથે વર્કશોપ
3. ગુજરાત LSA અને TSP ની ટીમો દ્વારા PoSનું નિરીક્ષણ.
4. મોબાઇલ સાયબર-ક્રાઇમના હોટસ્પોટ તરીકે ઓળખાતા મેવાત અને જામતારા પ્રદેશોના આઉટસ્ટેશન મોબાઇલ ગ્રાહકોના સિમ્સની પુન-ચકાસણી હાથ ધરવી.
5. સમયાંતરે બહાર પાડવામાં આવેલ હાલની DoT માર્ગદર્શિકાઓ સમજવા માટે સરળ સામગ્રીની તૈયારી કે જે સામગ્રી ગ્રાહકોની ચકાસણી, સિમ કાર્ડ (નવા / અપગ્રેડ / સ્વેપ કેસ) આપતી વખતે તમામ રજિસ્ટર્ડ P0Sને મેઈલ કરીને/વ્હોટ્સ એપ પર મેસેજથી મોકલવામાં આવે.
ડ્રાઇવ દરમિયાન, ગુજરાત રાજ્ય પોલીસ સાયબર ક્રાઇમ સેલ સાથેના સંકલનમાં, જનજાગૃતિની સૂચનાઓ આ જોખમ સામે સામાન્ય લોકોને સંવેદનશીલ બનાવવા માટે લોકપ્રિય ગુજરાતી અખબારોમાં પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં શ્રેણીબદ્ધ ટ્વીટ્સ ગુજરાત રાજ્ય પોલીસ સાયબર ક્રાઈમ સેલ દ્વારા પણ કરવામાં આવ્યા હતા.
આ વિશેષ ડ્રાઇવના સમાપન પ્રસંગે, શ્રી આર.કે. ચૌહાણની અધ્યક્ષતામાં એક સમાપન સત્ર યોજાયું હતું
શ્રી આર.કે. ચૌહાણ વરિષ્ઠ નાયબ મહાનિર્દેશક (વરિષ્ઠ DDG) DoT ગુજરાત LSA છે. તારીખ 13.10.2021 ના રોજ આ કાર્યક્રમમાં વરિષ્ઠ DoT ગુજરાત LSA ના અધિકારીઓ અને તમામ TSPs એ ભાગ લીધો હતો. TSPsની આ ડ્રાઈવમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવી હતી.
વરિષ્ઠ DDG DoT ગુજરાત LSA એ જણાવ્યું હતું કે પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ અને ખરીદી, અને / અથવા બનાવટી દસ્તાવેજો / ઓળખ પર સિમ કાર્ડ ખરીદી ગુનો છે. એક જવાબદાર નાગરિક તરીકે, જો કોઈને ખબર હોય તો તેના વિશે જાણ કરવી જોઈએ. બનાવટી દસ્તાવેજો / ઓળખ પર પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ્સ અને /અથવા સિમ કાર્ડ્સના વેચાણ અને ખરીદી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ જોવા મળે છે તો સાયબર ક્રાઈમ સેલના ટોલ ફ્રી નંબર 155260 પર તરત જ જાણ કરવી જોઈએ. આમ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં ઘણો ફાળો આપી શકાશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1763722)
आगंतुक पटल : 247