રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વડોદરા ડિવિઝન પર પહેલી વાર કિસાન રેલ મારફતે ડુંગળીનું લોડિંગ


ગુજરાતના ભરૂચ થી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન મોકલવામાં આવી ડુંગળી

ડિવિઝનને રૂ. 11 લાખની મહેસુલી આવક

Posted On: 18 OCT 2021 8:16PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનથી પહેલી વાર કિસાન રેલના માધ્યમથી ડુંગળીના લોડિંગની શરૂઆત કરવામાં આવી. આના માટે ડિવિઝનના ભરૂચ સ્ટેશન થી પશ્ચિમ બંગાળના માલદા ટાઉન માટે ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અમિત ગુપ્તાએ જણાવ્યું કે કિસાન રેલના માધ્યમથી ભારતીય રેલવે દ્વારા કૃષિ ઉત્પાદનો માટે સલામત, ઝડપી તથા સસ્તા પરિવહન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વડોદરા ડિવિઝનમાં રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી પશ્ચિમ રેલવેને સતત સફળતા મળી છે. ડુંગળી જેમ સામાન્ય રીતે રોડ માર્ગે મોકલવામાં આવતી હતી. આ ટ્રાફિકને રોડ થી રેલવે તરફ ડાયવર્ટ કરવામાં સફળતા મળી છે. ડિવિઝનથી પ્રથમ ડુંગળીની કિસાન રેલ ભરૂચ થી માલદા ટાઉન માટે ચલાવવામાં આવી જેમાં 20 જનરલ કોચમાં 228.11 ટન ડુંગળીનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે કિસાન રેલ થી પરિવહન કરવા પર રેલવે થી ભાડામાં સબસિડી આપવામાં આવે છે. જેમાં આ રેક થી કુલ રૂ. 11 લાખના રાજસ્વની આવક થઈ છે. આ પ્રકારે વડોદરા ડિવિઝનથી અત્યાર સુધી 9 કિસાન રેલનુ સંચાલન કરવામાં આવ્યું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(Release ID: 1764788) Visitor Counter : 140