સંસ્કૃતિ મંત્રાલય
ગુજરાત પોલીસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છથી કેવડીયા સુધી ભવ્ય રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું પ્રેરક આયોજન
Posted On:
22 OCT 2021 1:15PM by PIB Ahmedabad
ગુજરાત પોલીસ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કચ્છથી કેવડિયા સુધી ભવ્ય રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું પ્રેરક આયોજન કરવામાં છે, જે અંતર્ગત રાષ્ટ્રીય એકતા રેલી કચ્છ સામખિયાળી બ્રિજ પાસ કરી માળિયા આવી પહોંચતા તમામ રાષ્ટ્રીય એકતા રેલી બાઇકર્સ ટીમ અને સદસ્યોનું મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા,જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને ડી.વાય.એસ.પી.પઠાણ, માળિયા પી.એસ.આઇ એન.એચ.ચુડાસમા અને ટીમ સહિત સ્થાનિક અધિકારી, પદાધિકારી ગણ, વ્યાપાર, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા શાનદાર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

માળિયાથી મોરબી નેશનલ હાઇવે પર પુષ્પ વર્ષા સાથે ઠેર-ઠેર ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું. સાથે જ મોરબી શહેરના રાજમાર્ગ ઉપર રેલી પસાર થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી માર્કેટિંગયાર્ડ ખાતે માજી કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયાની અધ્યક્ષતામાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય પરસોતમ સાબરિયા સહિત જિલ્લા વહીવટી તંત્ર, એસ.પી એસ.આર.ઓડેદરા, ડી.વાય એસ.પી રાધિકા ભારાઈ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનગર પાલિકાના અધિકારી, પદાધિકારીઓ અને સ્થાનિક સેવાભાવી સંસ્થા, વ્યાપાર વાણિજ્ય સહિત સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રાષ્ટ્રીય એકતા બાઇકર્સ ટીમને મોરબીના હાર્દ સમાન નહેરુ ગેટ ટાવરની પ્રતિકૃતિ ભેટ આપી વિશેષ સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત વકતવ્યમાં સાંસદ શ્રી મોહનભાઇ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે કેવડિયા ખાતે પહોંચતા રાષ્ટ્રીય એકતા રેલી સંપન્ન થશે. સમગ્ર દેશભર આગવી ઉજવણી અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા કચ્છથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા રેલીનાં પ્રેરક આયોજન કરવા બદલ ગુજરાત પોલીસને અભિનંદન સાથે રાષ્ટ્રીય એકતા રેલીમાં સામેલ ટીમનાં તમામ સદસ્યોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
કચ્છ લખપતથી શરુ થયેલ રાષ્ટ્રીય એકતા રેલી મોરબીથી રાજકોટ, અમદાવાદ, ખેડા, નડિયાદ, કરમસદ, આણંદ, ભરૂચ, બારડોલી, સુરતથી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા બાઈક રેલી સંપન્ન થશે.
SD/GP/BT
(Release ID: 1765698)