સંસ્કૃતિ મંત્રાલય
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સેન્ટ્રલ આર્મ્સ ફોર્સની ટુકડીઓની સાયકલ રેલીનું આયોજન
ITBPની એક ટુકડીની સાઇકલ રેલી ગુજરાતના અનેક શહેરોમાં ભ્રમણ કરી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચશે
प्रविष्टि तिथि:
22 OCT 2021 1:17PM by PIB Ahmedabad
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એટલે કે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે એની ઉજવણી નિમિત્તે દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સેન્ટ્રલ આર્મ્સ ફોર્સની ટુકડીઓની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે દેશના વિવિધ ભાગોમાં ફરી રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોની, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન થશે.

એમાંની એક ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ એટલે કે ITBPની એક ટુકડીની સાઇકલ રેલી ગુજરાતમાં ઊંઝા ખાતેથી પ્રવેશી ગાંધીનગર પહોંચી હતી. ગાંધીનગર ભ્રમણ કરી આ રેલીએ ગુરુવારે અમદાવાદ આવવા પ્રસ્થાન કર્યું ત્યારે ગાંધીનગરના ડેપ્યુટી કલેકટર શ્રી જે.એમ બોરાણીયા તથા અન્ય પોલીસ અધિકારીઓએ રેલીને વિદાય આપી હતી.

રેલી અમદાવાદ આવી પહોંચી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના બે દિવસના અમદાવાદ રોકાણ દરમિયાન ITBP ના જવાનોએ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તિલક બાગ ખાતે આઝાદીના મહાન લડવૈયા બાળ ગંગાધર તિલકની પ્રતિમાને પણ એમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાયકલ રેલી આવતીકાલે શનિવારે નડિયાદ જવા રવાના થશે અને ત્યાંથી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચશે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1765699)
आगंतुक पटल : 202