સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાત પોસ્ટલ સર્કલમાં લાયકાત ધરાવતા ખેલાડીઓ પાસેથી સ્પોર્ટ ક્વોટા અંતર્ગત પોસ્ટલ આસિસ્ટન્ટ/ સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઈલ ગાર્ડ અને એમટીએસમાં સીધી ભરતી માટે અરજીઓ આમંત્રિત કરાઈ
Posted On:
28 OCT 2021 3:26PM by PIB Ahmedabad
ગુજરાત પોસ્ટ સર્કલમાં સ્પોર્ટ ક્વોટા અંતર્ગત અનામત ડાઈરેક્ટ ક્વોટામાં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઈલ ગાર્ડ અને મલ્ટી ગાર્ડ તથા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફમાં સીધી ભરતી માટે લાયકાત ધરાવતા ખેલાડીઓ પાસેથી તા. 25.10.2021થી 25.11.2021 દરમિયાન આમંત્રિત કરવામાં આવે છે.
જાહેરનામામાં ઉલ્લેખિત સીધી ભરતી અંગેની વિગતવાર માર્ગદર્શિકા, યોગ્યતા માપદંડ, શરતો અને સૂચનાઓ વેબસાઈટ www.indiapost.gov.in પર અપલોડ કરાયેલી છે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી www.indiapost.gov.in પર ઉપલબ્ધ જાહેરનામાના પરિશિષ્ટ-1માં આપેલ અરજીના ફોર્મેટ પ્રમાણે જ મોકલવાની રહેશે.
યોગ્ય રીતે વિગતો સાથેની અરજી ધ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિઝ (રિક્રુટમેન્ટ), ઓ/ઓ ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ને સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવાની રહેશે.
અરજી મોકલવાની છેલ્લી તારીખ 25.11.2021 છે અને છેલ્લી તારીખે સાંજે 6.00 વાગ્યા સુધી ધ આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસિઝ (રિક્રુટમેન્ટ), ઓ/ઓ ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ-380001ને મળી જાય એ રીતે સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.
તમામ યોગ્યતાપ્રાપ્ત ઉમેદવારો માટે સલાહભર્યુ છે કે તેઓ જાહેરનામાની વિગતો, ખાલી જગ્યાઓ વિશેની માહિતી તથા અન્ય સૂચનાઓ યોગ્ય રીતે વાંચીને પછી જ અરજીનું ફોર્મ ભરે.
SD/GP/JD
(Release ID: 1767187)