મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળક વિકાસ મંત્રાલયે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) મોડેલ નિયમો, 2016માં સુધારા અંગે ટિપ્પણીઓ/સૂચનો મંગાવ્યા

Posted On: 28 OCT 2021 2:58PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) મોડેલ કાયદા, 2016માં સુધારાનો મુસદ્દો તૈયાર કરવા માટે તમામ હિતધારકો પાસેથી આ અંગે ટિપ્પણીઓ/સૂચનો મંગાવ્યા છે. તમામ હિતધારકોને ઉપરોક્ત ઉલ્લેખિત નિયમો અંગે તેમની ટિપ્પણીઓ/સૂચનો 11.11.2021 સુધીમાં cw2section-mwcd[at]gov[dot]in ઈમેલ આઇડી પર મોકલવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) સુધારા વિધેયક, 2021માં જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ 2015માં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે જેને 28 જુલાઇ, 2021ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક આ વર્ષે બજેટ સત્ર દરમિયાન સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. 24.03.2021ના રોજ તે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

આ વિધેયક રજૂ કરતી વખતે કેન્દ્રીય મહિલા અને બાળક વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ ભારપૂર્વક કહ્યું હતું કે, પ્રણાલીમાં રહેલી પ્રવર્તમાન અપૂર્ણતાઓને ધ્યાનમાં રાખીને નિઃસહાય બાળકોની સંભાળ અને તેમના સંરક્ષણની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટને આપવાની ખાસ જરૂરિયાત છે. તેમણે તમામ મુદ્દાઓથી સર્વોપરી ભારતના બાળકોને રાખવા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

આ સુધારામાં, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત જિલ્લા મેજિસ્ટ્રેટને જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમની કલમ 61 હેઠળ દત્તક લેવાના આદેશો બહાર પાડવાની અધિકૃતતા આપવાનું સામેલ છે જેથી કેસોનો ઝડપથી નિકાલ લાવી શકાય અને જવાબદારીમાં વધારો થઇ શકે. જિલ્લા મેજિસ્ટ્રેટને આ અધિનિયમ હેઠળ વધારે અધિકારો આપવામાં આવ્યા છે જેથી તેનું સરળ અમલીકરણ સુનિશ્ચિત કરી શકાય તેમજ તણાવની સ્થિતિમાં રહેલા બાળકોની તરફેણમાં તાલમેલપૂર્ણ પ્રયાસો હાથ ધરી શકાય. અધિનિયમમાં સુધારેલી જોગવાઇ અનુસાર, કોઇપણ બાળ સંભાળ સંસ્થાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટની ભલામણોને ધ્યાનમાં લીધા પછી નોંધણી કરાવવાની રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વતંત્ર રીતે જિલ્લા બાળ સંરક્ષણ એકમો, બાળ કલ્યાણ સમિતિઓ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, વિશેષકૃત જુવેનાઇલ પોલીસ એકમો, બાળ સંભાળ સંસ્થાઓ વગેરેની કામગીરીનું મૂલ્યાંકન કરશે.

જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) મોડેલ નિયમો, 2016માં સુધારાનો મુસદ્દો જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

https://wcd.nic.in/sites/default/files/Attachment-%20Working%20Draft%20on%20JJ%20Model%20Rules%202016-%20forwarding%20for%20comments%2027102021_0.pdf


(Release ID: 1767204)